દુશ્મનના દાંત થશે ખાટા : તેજસથી થશે ‘અસ્ત્ર’ મિસાઇલનું પરીક્ષણ

24 November, 2020 10:01 AM IST  |  New Delhi | Agencies

દુશ્મનના દાંત થશે ખાટા : તેજસથી થશે ‘અસ્ત્ર’ મિસાઇલનું પરીક્ષણ

દુશ્મનના દાંત થશે ખાટા : તેજસથી થશે ‘અસ્ત્ર’ મિસાઇલનું પરીક્ષણ

ભારતની પહેલી સ્વદેશી હવામાંથી હવામાં પ્રહાર કરનાર મિસાઇલ ‘અસ્ત્ર’નું પરીક્ષણ ટૂંક સમયમાં સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ દ્વારા કરવામાં આવી શકે છે. હથિયારોની બાબતમાં આ મિસાઇલ દેશના સુરક્ષા દળોનો મુખ્ય આધાર બનશે.
ધ્વનિની ઝડપ કરતાં પણ વધુ ઝડપ ૪.૫ મેકની ગતિએ આ મિસાઇલ ચારગણી ઉડનારી દૃશ્યશ્રેણી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. તેના ટેસ્ટિંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુરુવારે વાયુસેનાના એક સૂત્રે જણાવ્યું કે આગામી કેટલાક મહિનામાં સ્વદેશી ફાઇટર પ્લેન તેજસ પર આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવશે.
આ મિસાઇલની સૌથી ખાસ વાત એ છે કે તેની કોઈ પણ ઋતુમાં હુમલો કરવાની સટીક ક્ષમતા છે. આ મિસાઇલ દિવસ રાત કોઈ પણ સમયે લગભગ ૧૦૦ કિ.મી.ની સ્ટ્રાઇક રેન્જમાં દુશ્મનને ધ્વસ્ત કરી શકે છે, જોકે તેની રેન્જ વધારવાની પણ તૈયારી ચાલી રહી છે. આ મિસાઇલ વાયુસેનામાં સામેલ થઈ ગયા બાદ અત્યંત મોંઘા રશિયન, ફ્રાંસ અને ઇઝરાયલના ફાઇટર પ્લેનની જગ્યા લેશે. જે વર્તમાન સમયમાં ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન્સ માટે તહેનાત કરવામાં આવે છે.

national news