જાણો નાણા પ્રધાન નિર્મલા સીતારમનના મતે ભારત કેટલું ડિજિટલ થયું

05 July, 2019 10:28 PM IST  |  Delhi

જાણો નાણા પ્રધાન નિર્મલા સીતારમનના મતે ભારત કેટલું ડિજિટલ થયું

Delhi : લોકસભામાં 5 જુલાઇના રોજ નાણા પ્રધાન નિર્મલા સીતારમને મોદી સરકારનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન મંત્રીએ સતત ડિજિટલ ઈન્ડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટેક્નોલોજીને કેન્દ્રમાં રાખીને ડિજિટલ ઈન્ડિયા અત્યારે કેટલું આગળ વધી રહ્યું છે અને ભવિષ્યનો શું પ્લાન છે તે અંગે પણ જણાવ્યું હતું.


ઇલેક્ટ્રીક વાહનો પર સરકારનું ધ્યાન કેન્દ્રીત

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે બજેટ ભાષણની શરૂઆતમાં જ ડિજિટલ ઈન્ડિયા પર ભાર આપવાની વાત કરી હતી. દેશમાં ઈલેક્ટ્રીક વાહનોને પ્રાધાન્ય આપવાની પણ વાત કરી હતી. જેના માટે બિઝનેશ ઈન્ક્યુબેટરની સ્થાપના કરવાની જોગવાઈ અંગે પણ વાત કરી હતી. દેશમાં ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત 2 કરોડથી પણ વધુ લોકોને ડિજિટલ સાક્ષર બનાવવાની યોજના અંગે જણાવ્યું હતું.


ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો થશે

ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી તમામને સરકારી યોજનાઓ પુરાત પ્રમાણમાં મળી રહે તે માટે સતત કામ કરવામાં આવશે. ગૂગલ મેપમાં જાહેર શૌચાલયની માહિતી પણ અપલોડ કરવામાં આવશે. યુવાનોને કેન્દ્રમાં રાખીને બીજા દેશોમાં સારા પેકેજ સાથે નોકરીની તકો મળે તે માટે યૂઝ આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ, બિગ ડેટા, iOT અને રોબોટિક્સ સાથે જોડાયેલી સ્કિલ વધારવા ઉપર ભાર મૂકવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે દૂરદર્શન પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેના થકી સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી માહિતી પુરી પાડવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ હવે સૌથી વધુ જગ્યાએ ઉપયોગમાં લેવાય રહ્યું છે જેમાં સરકારનો સહયોગ પણ એટલોજ રહેલો છે. ગામડાઓની પંચાયતોને ઈન્ટરનેટથી જોડવાની પણ વાત કરવામાં આવી.


ISRO ની મદદ અને પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું ફોર્મેશન હશે. NRI ભારતમાં આવે પછી તરત તેનું આધારકાર્ડ બનાવવામાં આવશે. આધારકાર્ડ માટે તેમણે 180 દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે. દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ પ્રબળ બનાવવા માટે બિઝનેસ પેમેન્ટને ડિજિટલ બનાવવામાં આવશે. તેના માટે બેન્ક ખાતામાં એક વર્ષમાં 1 કરોડ કરતાં વધુ કેશ ઉપાડવા પર 2 ટકા TDS લાગશે. કેશને બિઝનેસ પેમેન્ટમાં વધુમાં વધુ કન્વર્ટ કરવાનું રહેશે.