Operation Sindoor: વડોદરાનાં સોફિયા કુરેશીની જોડિયા બહેનને સેનામાં જોડાવું હતું

08 May, 2025 07:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બાયો-કેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા કર્નલ સોફિયાના દાદા પણ સેનામાં હતા. તેનાં લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના એક આર્મી ઓફિસર સાથે થયા છે

કર્નલ સોફિયા કુરેશી, ભારતીય સેના - સ્ક્રીન ગ્રેબ

ઓપરેશન સિંદૂર ચર્ચામાં છે પણ તેની સાથે બીજું ઘણું ચર્ચાઈ રહ્યું છેય. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ભારે ગોળીબાર કર્યો છે. પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓને પસંદગીપૂર્વક નષ્ટ કરીને, ભારતે પાકિસ્તાનને કહી દીધું છે કે આતંકવાદીઓના દરેક નાપાક પગલાનો આ રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે. બુધવારે, ભારતીય સેના અને વાયુસેના દ્વારા આ બાબતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારતીય સેના વતી કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન સામે કરવામાં આવેલી કાર્યવાહી `ઓપરેશન સિંદૂર` વિશે માહિતી આપી.  જાણીએ કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને તેનો ગુજરાત સાથે શું સબંધ છે. 

કર્નલ સોફિયા કુરેશી, જે ગુજરાતનાં વડોદરાનાં વતની છે, તેઓ કોર્પ્સ ઓફ સિગ્નલ્સમાંથી છે. તે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભણ્યાં છે. બાયો-કેમિસ્ટ્રીમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા કર્નલ સોફિયાના દાદા પણ સેનામાં હતા. તેનાં લગ્ન મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના એક આર્મી ઓફિસર સાથે થયા છે. તેમના નામે એક મોટી સિદ્ધિ છે. તે `ફોર્સ 18` માં તાલીમ ટુકડીનું નેતૃત્વ કરનાર ભારતીય સેનાનાં પ્રથમ મહિલા અધિકારી છે. વડોદરાનાં સોફિયાને એક જોડિયા બહેન છે જે પણ આર્મીમાં જ જોડાવા માંગતા હતા પણ તમને જાણીને આશ્ચર્ય થશે કેમણે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં મોડલ તરીકે બહુ નામના મેળવી છે. તે અર્થશાસ્ત્રમાં પીએચડી થયા છે અને ગુજરાતમાં એક લાખ ઝાડ વાવવાની તેમની પહેલ માટે તેમને નામ-અકરામ મળ્યાં છે. સોફિયા

ફોર્સ 18 દરમિયાન 18 દેશોના લશ્કરી અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું. `ફોર્સ 18` કોઈ સામાન્ય તાલીમ નહોતી. તે ASEAN પ્લસ દેશોનો બહુરાષ્ટ્રીય લશ્કરી અભ્યાસ હતો, જેમાં 18 દેશોની સેનાઓએ ભાગ લીધો હતો. આ કવાયતમાં, કુરેશીએ મુખ્યત્વે શાંતિ જાળવણી કામગીરી માટે તાલીમ આપી હતી. આ ઉપરાંત, વર્ષ 2006 માં, કર્નલ સોફિયા કુરેશીએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા કામગીરીમાં પણ ભાગ લીધો હતો. તે લાંબા સમયથી શાંતિ જાળવણી કાર્ય સાથે સંકળાયેલી છે.

લશ્કરી પરિવારમાંથી આવતી કર્નલ સોફિયાએ એકવાર કહ્યું હતું કે તેમની શાંતિ રક્ષા ફરજોમાં યુદ્ધવિરામનું નિરીક્ષણ કરવું અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં પ્રયાસોને ટેકો આપવાનો સમાવેશ થાય છે. તેમના વિશે, સધર્ન કમાન્ડના તત્કાલીન આર્મી કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે તેમની પસંદગી તેમની ક્ષમતાઓ અને નેતૃત્વ કૌશલ્યના આધારે કરવામાં આવી હતી, તેમના જેન્ડરના આધારે નહીં. 

તેમણે યુએનનાં પીસકીપિંગ ઑપરેશન્સ (PKOs) અને હ્યુમેનિટેરિયન માઇન એક્શન સહિત ઘણા તાલીમ વિભાગોમાં પોતાની ટીમનું નેતૃત્વ કર્યું છે. કર્નલ સોફિયાની સિદ્ધિઓ સાથે, તે હંમેશા શ્રેષ્ઠ નિયુક્તી સાબિત થયાં છે. હકીકતમાં, તેમની નિમણૂક સમયે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, "તેમને આ માનનીય કાર્ય માટે દેશના સંખ્યાબંધ પીસકીપિંગ ટ્રેનર્સમાંથી પસંદ કરવામાં આવ્યાં હતાં."
પ્રેસ બ્રીફિંગમાં, તેણેએ જાહેરાત કરી કે હુમલો 25 મિનિટ સુધી, 1.05 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ચાલ્યો હતો. "આ હુમલો પહલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના જીવનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો." તેમણે વધુમાં પુષ્ટિ આપી કે આ હુમલો વિશ્વસનીય ગુપ્તચર માહિતીના આધારે કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી છાવણીઓ પર હુમલો કરાયો હતો.

operation sindoor indian army national news new delhi narendra modi pakistan Pakistan occupied Kashmir Pok Pahalgam Terror Attack terror attack pulwama district