બિહારમાં ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો પુલ

19 September, 2020 11:32 AM IST  |  Kishang/Bihar | Agency

બિહારમાં ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો પુલ

તૂટી પડેલો પુલ

કનકાઈ નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે બિહારના કિશનગંજ જિલ્લામાં ગોઆબરી ગામમાં બાંધવામાં આવેલો નવો પુલ એના ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડ્યો હતો.

દિઘલબૅન્ક બ્લૉકમાંના પથારઘટ્ટી પંચાયતના રૂરલ વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે પુલ બાંધવામાં આવ્યો હતો.

આ પુલ ૨૪ જૂન સુધીમાં પૂર્ણ થવો અપેક્ષિત હતો પરંતુ એ પહેલાં જ પૂર્ણ થયો હતો અને લગભગ છેલ્લા એક મહિનાથી સ્થાનિકો આ પુલનો ઉપયોગ કરતા હતા.

પુલ તૂટી પડ્યા બાદ સ્થાનિકોએ તેમના ગંતવ્યસ્થાને પહોંચવામાં પડતી મુશ્કેલીઓની ફરિયાદ કરતાં સામાન્ય પ્રેશર વધતાં જ તૂટી પડેલા પુલના નિર્માણમાં ગેરરીતિનું આચરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

ગામના લોકોએ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ સમક્ષ પુલના બાંધકામના ઇન્ચાર્જ અધિકારી વિરુદ્ધ નિષ્પક્ષ તપાસની માગણી કરી છે.

bihar national news