સ્ટાફને ત્રણ મહિનાનો પગાર આપવા કિંગફિશર તૈયાર

23 October, 2012 05:17 AM IST  | 

સ્ટાફને ત્રણ મહિનાનો પગાર આપવા કિંગફિશર તૈયાર

શનિવારે ડિરેક્ટરેટ ઑફ સિવિલ એવિયેશને (ડીજીસીએ) દેવાંમાં ડૂબેલી કિંગફિશર ઍરલાઇન્સનું ઉડ્ડયન લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું.

કિંગફિશર ઍરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ સંજય અગ્રવાલે કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘દિવાળી પહેલાં સ્ટાફનો ત્રણ મહિનાનો પગાર ચૂકવી દેવામાં આવશે. અમને આશા છે કે ૨૬ ઑક્ટોબર સુધીમાં હડતાળ પર ઊતરેલા કર્મચારીઓ કામ પર પાછા આવી જશે અને બહુ જલદી કિંગફિશર ફરીથી શરૂ થઈને પોતાનાં ઉડાણ ભરશે.’