ત્રણ મહિનામાં વધુમાં વધુ કોર્સ કરવામાં આ છોકરીનો રેકોર્ડ નહીં તોડી શકો

03 October, 2020 06:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રણ મહિનામાં વધુમાં વધુ કોર્સ કરવામાં આ છોકરીનો રેકોર્ડ નહીં તોડી શકો

તસવીર સૌજન્યઃ ફેસબુક

કોરોના મહામારીને લીધે શરૂઆતના અમૂક મહિના કડક લોકડાઉન રહેતા લોકો ઘરે કંટાળ્યા હતા, પરંતુ સમય પસાર કરવા માટે નવી નવી પ્રવૃત્તિ પણ વિકસાવી હતી. વ્યક્તિઓને જે વસ્તુ ન આવડતી હોય તે કરતા શીખી તેમ જ જેને જે વિષયમાં રસ હોય એ વિષયમાં તે પુરતો સમય આપી શક્યા હતા.

કોરોના બાદના ન્યૂ નોર્મલમાં ડિજિટલ માધ્યમે ભણતરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ આ નવી પ્રણાલીમાં પોતાને ઢાળવાની કોશિશ કરી રહ્યા છે. એવામાં એક વ્યક્તિ એવી છે જેણે ત્રણ મહિનામાં એકસાથે 350 કોર્સ કરી લીધા હતા.

આરતી રઘુનાથ કેરળના કોચીની રહેવાસી છે. આરતી જણાવે છે કે, તેની કોલેજ તેને ઓનલાઈન કોર્સની દુનિયાની સફર કરાવી છે. ત્યાર બાદ તેણે ઓનલાઈન કોર્સ કરવાના શરૂ કર્યા. ક્લાસ ટ્યૂટરની મદદથી તેણે થોડા અઠવાડીયામાં જ આ કોર્સ પુરા કરી નાખ્યા. આરતીએ મોટી મોટી યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યા છે. જેમાં જોન હોકિંસ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર, યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્ક, ટેકનિકલ યુનિવર્સિટી ઓફ ડેનમાર્ક અને કોપનહેગન યુનિવર્સિટી સામેલ છે.

national news kerala