કેરળની પહેલ, મહિલાઓની સુરક્ષા માટે ઑલ વિમેન પોલીસ-ટીમ

23 December, 2012 04:57 AM IST  | 

કેરળની પહેલ, મહિલાઓની સુરક્ષા માટે ઑલ વિમેન પોલીસ-ટીમ

કેરળ સરકારે મહિલાઓ સામેના અત્યાચારો રોકવા તથા આ પ્રકારના કેસોની તપાસ અને ટ્રાયલ ઝડપથી થાય એ માટે સ્પેશ્યલ પોલીસ-ટીમની રચના કરી છે. ખાસ વાત એ છે કે આ ટીમની તમામ સભ્ય મહિલા પોલીસ-ઑફિસર છે. આ ટીમ રાજ્યમાં કોઈ પણ સ્થળે છેડતી, બળાત્કાર કે જાતીય સતામણી જેવા મહિલાઓ સામેના અત્યાચારના કેસ હૅન્ડલ કરશે. કેરળના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઇજીપી) બી. સંધ્યા આ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં ઉમા બહેરા, અજિતા બેગમ તથા ચંદન ચૌધરી નામનાં સિનિયર આઇપીએસ મહિલા-અધિકારી પણ સામેલ છે. આ ટીમ માત્ર તપાસની કામગીરી જ નહીં કરે, પીડિત મહિલાને ન્યાય મળે એ માટે પણ કામ કરશે. કેરળ સરકારની આ નવતર પહેલને ઘણાએ વખાણી હતી.