કેરળ ગોલ્ડ સ્કૅન્ડલ : સપના સુરેશ સહિત ૪ લોકોની ધરપકડ

13 July, 2020 01:31 PM IST  |  Mumbai Desk | Agencies

કેરળ ગોલ્ડ સ્કૅન્ડલ : સપના સુરેશ સહિત ૪ લોકોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ સોનાની દાણચોરી કેસમાં મુખ્ય આરોપીઓ સપના સુરેશ અને સંદીપ નાયરની શનિવારે બૅન્ગલોરથી ધરપકડ કરી હતી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર રાજનયિકના સામાન દ્વારા ૩૦ કિલોગ્રામ સોનાની દાણચોરી મામલે એનઆઇએ દ્વારા સપના સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. તિરુવનંતપુરમથી સપના, સારિથ અને સંદીપ નાયર તથા ફાજિલ ફરીદ દાણચોરી મામલે આરોપી છે. એનઆઇએ સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કસ્ટમ વિભાગે કેરળ હાઈ કોર્ટમાં સપનાની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો.
આ મામલે કેરળના મુખ્ય પ્રધાન વિનારાઈ વિજયને શનિવારે કહ્યું કે સોનાની દાણચોરી મામલે અન્ય આરોપી સપના સુરેશે કેએસઆઇટીઆઇએલ હેઠળ સ્પેસ પાર્કમાં નિયુક્તિ મેળવવા માટે બીકોમનું નકલી પ્રમાણપત્ર કથિત રીતે આપ્યું હતું. વિજયને કહ્યું કે પોલીસને ફરિયાદ મળી છે આથી એની તપાસ કરાશે. અત્રે જણાવવાનું કે સપના સુરેશ તે ચાર આરોપીઓમાંથી એક છે જેના વિરુદ્ધ ૩૦ કિલોગ્રામ સોનાની દાણચોરી મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસ દાખલ કર્યો છે.

national news kerala