કેરલામાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ

05 August, 2022 08:19 AM IST  |  Palakkad | Gujarati Mid-day Correspondent

આ સામગ્રી એક ખાણની પાસેથી મળી આવી હોવાથી માનવામાં આવી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

કેરલાના પલક્કડ જિલ્લાના શોરનૂરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. પોલીસે ૪૦ બૉક્સિસમાં રાખવામાં આવેલી ૮૦૦૦ જિલેટિન સ્ટિક્સને જપ્ત કરી છે. શોરનૂર પોલીસે એને જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે. આ સામગ્રી એક ખાણની પાસેથી મળી આવી હોવાથી માનવામાં આવી રહ્યું છે કે કદાચ માઇનિંગ માટે એને મૂકવામાં આવી હશે. પોલીસે જણાવ્યું હતું કે આ વિસ્ફોટક સામગ્રી વિશે સ્થાનિક લોકોએ જાણકારી આપી હતી. આ સંબંધમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ શરૂ થઈ છે. 

national news kerala