News In Shorts:કેજરીવાલે કેસીઆરને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી

23 May, 2022 10:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે તેમના નિવાસસ્થાને તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવની સાથે લંચ-મીટિંગ કરી હતી.

કેજરીવાલે કેસીઆરને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી

ઉજ્જૈન ઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં શનિવારે રાત્રે મોટી દુર્ઘટના ઘટી હતી. ગાયોને લઈને જઈ રહેલી મિની ટ્રકમાં આગ લાગી હતી, જેમાં આઠ વાછરડાં અને પાંચ ગાય જીવતી સળગી ગઈ હતી. આ દુર્ઘટનાની માહિતી મળતાં જ આસપાસના લોકો તરત દોડી આવ્યા હતા, જેના કારણે છ ગાય અને વાછરડાંઓને જેમ-તેમ બચાવવામાં આવ્યાં હતાં. વાહનચાલક આ ઘટના પછી ફરાર થઈ ગયો છે.  આ ઘટના ઉજ્જૈન જિલ્લાના ખાચરૌદ વિસ્તારની છે. પોલીસે જણાવ્યું હતું કે આ મિનિ ટ્રક જાવરા તરફ જઈ રહી હતી, એમાં ૨૦થી વધારે ગાય હતી. અચાનક આ વાહનમાં આગ લાગી ગઈ, જેમાં આઠ વાછરડાં અને પાંચ ગાય જીવતી સળગી ગઈ હતી. આ વાહનમાં કેવી રીતે આગ લાગી એનું રહસ્ય અકબંધ છે. જોકે પોલીસનું માનવું છે કે વાહનનાં વ્હીલ્સમાં ઘર્ષણના કારણે આગ લાગી હોવી જોઈએ, જે વધારે પવનના કારણે આખા વાહનમાં ફેલાઈ ગઈ હોઈ શકે છે. આ મામલે ગાયોના સ્મગલિંગના ઍન્ગલથી પણ તપાસ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્મગલિંગ કરીને બીજી જગ્યાએ આ ગાયોને લઈ જવામાં આવી રહી હતી. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગાયોને ક્યાંથી લાવવામાં આવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી.

કેજરીવાલે કેસીઆરને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગઈ કાલે તેમના નિવાસસ્થાને તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવની સાથે લંચ-મીટિંગ કરી હતી. બન્ને મુખ્ય પ્રધાનોએ દેશના સંઘીય માળખા, રાજકીય મુદ્દાઓ તેમ જ દેશની વૃદ્ધિમાં રાજ્યોના યોગદાન વિશેના મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મીટિંગ પછી બન્ને નેતાઓ સાથે ચંડીગઢ ગયા હતા. કેજરીવાલે કેસીઆરને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી.

ઝારખંડમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા ૬૨ જણ વિરુદ્ધ કેસ કરાયો

હઝારીબાગ : ઝારખંડમાં પંચાયત ચૂંટણી દરમ્યાનનો એક વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વિડિયોમાં હઝારીબાગના શિલાડીહ ગામમાં જીતની ઉજવણી દરમ્યાન એક વિજયી ઉમેદવાર અને તેના સમર્થકો પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ વિડિયો વાઇરલ થયા બાદ લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. હવે ૬૨ લોકોની વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પંચાયત સમિતિના ચૂંટાયેલા સભ્ય સમીરા બીવી અને તેનો દીકરો શમીમ અન્સારી પણ સામેલ છે. 

national news arvind kejriwal