કેજરીવાલને સતાવી રહ્યો છે પોતાની હત્યાનો ડર, આના પર કરી શંકા

18 May, 2019 07:57 PM IST  |  દિલ્હી

કેજરીવાલને સતાવી રહ્યો છે પોતાની હત્યાનો ડર, આના પર કરી શંકા

અરવિંદ કેજરીવાલ (File Photo)

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પોતાની હત્યાનો ડર સતાવી રહ્યો છે. અરવિંદ કેજરીવાલે શનિવારે પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે નિવેદન આપ્યું કે ઈન્દિરા ગાંધીની જેમ મારા જ પર્સનલ સિક્યોરિટી ઓફિસર મારી હત્યા કરી શકે છે. એક ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં અરવિંદ કેજરીવાએ આ આશંકા વ્યક્ત કરી છે.

અરવિંદ કેજરીવાલે પોતાના ઈન્ટવર્યુમાં કહ્યું,'મારા અંગત સુરક્ષાકર્મી ભાજપ અને કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે છે. આ સંજોગોમાં કોઈ પણ ક્ષણે મારી હત્યા થઈ શકે છે.' આ ઈન્ટરવ્યુમાં કેજરીવાલે ઉમેર્યું કે,'મારી આસપાસ જે પણ સુરક્ષાકર્મી તહેનાત છે તેઓ ભાજપ સરકારને રિપોર્ટ કરે છે. મારા પર્સનલ સિક્યુરિટી ઓફિસર (પીએસઓ) કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે છે. શક્ય છે કે, મારા અંગત સુરક્ષા અઘિકારીનો ઉપયોગ કરીને મારી હત્યા પણ એવી રીતે કરાવી દેવામાં આવે જે રીતે ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ભાજપ મારી હત્યા કરાવી શકે છે. મારું જીવન બે મિનિટમાં જ ખતમ થઈ શકે છે.'

આ પણ વાંચોઃ PM મોદીએ કેદારનાથના કર્યા દર્શન, કંઈક આવા અંદાજમાં દેખાયા

જો કે દિલ્હી પોલીસે કેજરીવાલના આરોપોને ફગાવી દીધા છે. દિલ્હી પોલીસે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત અમારા જવાન તેમના કર્તવ્યો પ્રત્યે ઈમાનદાર અને સમર્પિત છે. અમારું યૂનિટ ઘણાં રાજકીય દળના મોટા નેતાઓને સુરક્ષા પૂરી પાડે છે.

arvind kejriwal national news aam aadmi party bharatiya janata party