હવે કેજરીવાલને કેન્દ્ર સામેની લડાઈમાં મળ્યો કેસીઆરનો સાથ

28 May, 2023 10:45 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

રાવે કેજરીવાલ અને માન સાથે જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં આ માગણી કરી હતી

હૈદરાબાદમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન (તસવીર : પી.ટી.આઇ.)

તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે દિલ્હીમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પરના કન્ટ્રોલ બાબતે કેન્દ્ર સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા વટહુકમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક પાછો ખેંચી લે એવી માગણી ગઈ કાલે કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન હૈદરાબાદમાં તેમને આ મુદ્દે મળ્યા હતા. રાવે કેજરીવાલ અને માન સાથે જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં આ માગણી કરી હતી.

રાવે કેન્દ્રમાં એનડીએ સરકારને કહ્યું હતું કે ‘અમે માગણી કરીએ છીએ કે વડા પ્રધાન પોતાની રીતે જ વટહુકમને પાછો ખેંચી લે નહીં તો અમે બધા જ કેજરીવાલને સપોર્ટ કરીશું. અમે તેમની પડખે રહીશું. આ વટહુકમને પસાર થતો રોકવા માટે અમે લોકસભા અને રાજ્યસભામાં અમારી તમામ શક્તિનો ઉપયોગ કરીશું.’

કેન્દ્ર સરકારે દિલ્હીમાં ગ્રુપ-એના ઑફિસર્સના પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે એક ઑથોરિટી ક્રીએટ કરવા માટે રિસન્ટ્લી વટહુકમ બહાર પાડ્યો હતો. નોંધપાત્ર છે કે કેજરીવાલ દિલ્હી પર કન્ટ્રોલ માટેની આ લડાઈમાં વિરોધ પક્ષોના જુદા-જુદા નેતાઓને મળી રહ્યા છે અને તેમનો સપોર્ટ મેળવી રહ્યા છે. 

national news new delhi arvind kejriwal aam aadmi party