કોરોના બાદ દેશમાં કાવાસાકી રોગનો ખતરો, દિલ્હીમાં દેખાવા લાગી અસર

19 July, 2020 12:50 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોના બાદ દેશમાં કાવાસાકી રોગનો ખતરો, દિલ્હીમાં દેખાવા લાગી અસર

પ્રતીકાત્મક તસવીર

પાટનગર નવી દિલ્હીના રહેવાસીઓ કોરોનાનો વિકરાળ સપાટો સહન કરી રહ્યા છે ત્યાં હવે નવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર એેકસો સાતથી વધુ કેસ કોરોનાના થઈ ચૂક્યા છે અને દિવસે-દિવસે હજી કેસ વધી રહ્યા છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૩૫૭૧ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા થોડા મહિનાથી એક નવો ચેપ (સંક્રમણ) દેખાવાનો શરૂ થઈ ગયો હતો.
હૉસ્પિટલોમાં સારવાર લઈ રહેલાં કોરોનાગ્રસ્ત બાળકોના શરીર પર ચકતા જેવા આકાર તથા સોજા જોવા મળ્યા હતા. આ અંગે પૂછતાછ કરતાં ડૉક્ટરોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કાવાસાકી નામનો નવો ચેપ દેખા દઈ રહ્યો હતો.
કાવાસાકી શી રીતે ફેલાતો થયો છે એ ડૉક્ટરો કહી શક્યા નહોતા. નવજાતથી માંડીને પાંચ વર્ષનાં બાળકોને આ ચેપ લાગી રહ્યો હતો, જેના પગલે તાવ આવવા ઉપરાંત શરીર પર ચકતા-ચાંદાં અને અંગોમાં તેમ જ રક્તવાહિનીઓમાં સોજા ચડી રહેલા જોવા મળ્યા હતા. આવું કયા કારણે થઈ રહ્યું હતું એ ડૉક્ટરો સમજાવી શક્યા નહોતા.

coronavirus delhi news covid19