કઠુઆ કેસઃ ત્રણ દોષિતોને ઉંમર કેદ, ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા

10 June, 2019 05:22 PM IST  |  પઠાણકોટ

કઠુઆ કેસઃ ત્રણ દોષિતોને ઉંમર કેદ, ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા

કઠુઆ કેસમાં આવ્યો ચુકાદો

ગયા વર્ષે બનેલા જમ્મૂ-કશ્મીરના બહુચર્ચિત કઠુઆ દુષ્કર્મ અને હત્યાના મામલામાં 6 લોકોને પઠાણકોટ જિલ્લા કોર્ટે સજા સંભળાવી છે. જેમાંથી ત્રણ દોષિતોને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી છે. જેના નામ સાંઝીરામ, પ્રવેશ અને દીપક ખજૂરિયા છે. આરોપી સુરેન્દ્ર કુમાર, આનંદ દત્તા, તિલક રાજને 5-5 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે એક આરોપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો છે.

સુરેન્દ્ર કુમાર, આનંત દત્તા અને પ્રવેશ કુમારને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. અદાલતે દીપક, સાંઝી રામ અને પ્રવેશને 376 ડી અને 302 અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા છે. આ જ રીતે આનંદ, સુરેન્દ્ર અને તિલકને આઈપીસીની કલમ 201 અંતર્ગત દોષી કરાર આપવામાં આવ્યો છે. જ્યારે વિશાલ જંગોત્રાને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

દોષિતો જશે હાઈકોર્ટમાં
અદાલતના નિર્ણય બાદ છ આરોપીઓને સજા થઈ છે. અને આ સજા સામે તેમણે હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી પર મોરારિ બાપુનું નિશાન, કહ્યું આવું

શું હતો મામલો?
જમ્મૂ કશ્મીરના કઠુઆના હીરાનગર તાલુકાના એક ગામમાં 10 જાન્યુઆરી 2018ના દિવસે એક 8 વર્ષની બાળકી પશુ ચરાવતા સમયે ગાયબ થઈ ગઈ હતી. 13 જાન્યુઆરીએ તેનો મૃતદેહ એક ધાર્મિક સ્થળ પાસે મળ્યો હતો. પરિવારની ફરિયાદના આધારે પોલીસે કેસ દાલખ કર્યો હતો. મામલાના સાંપ્રદાયિત રંગ આપવાના, માહોલ બગડવાની અને સુરક્ષાની દ્રષ્ટિએ આ કેસને કઠુઆથી પઠાણકોટ શિફ્ટ કરવામાં આવ્યો હતો. કેસના જજ ડૉક્ટર તેજવિંદર સિંહે આ કેસની સતત એક વર્ષ સુનાવણી કરી છે અને આ ચુકાદો આપ્યો છે.

national news