જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલનો ચીફ કમાન્ડરનો ખાતમો

01 November, 2020 09:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલનો ચીફ કમાન્ડરનો ખાતમો

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સીઆરપીએફ જવાનોએ શ્રીનગરમાં રંગરેથ વિસ્તારમાં અથડામણ દરમિયાન એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

મરનાર આતંકવાદીની ઓળખ હિજબુલ મુઝાહિદીનના (Hijbul Mujahideen)ચીફ કમાન્ડર સેફુલ્લાહ તરીકે કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ એક અન્ય આતંકવાદીને ઘટના સ્થળેથી દબોચી લીધો હતો.

કાશ્મીરના આઈજી વિજય કુમારે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત રાત્રે શ્રીનગરના એક ઘરમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી. અમને ગઈરાત્રે આતંકવાદીઓ અંગે માહિતી મળી હતી અને ત્યારબાદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. આ એન્કાઉન્ટર સુરક્ષા દળો માટે મોટી સફળતા છે. 

તેમણે ઉમેર્યું કે, સુરક્ષા એજન્સીઓને લાંબા સમયથી હતી તલાશ એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વિસ્તારની તપાસ દરમિયાન આતંકવાદીઓએ તેમના ઉપર ફાયરિંગ કરવાનું શરુ કરી દીધું હતું. જ્યારે કાર્યવાહી કરતા સમયે સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અને તીએક આતંકવાદીની ધરપકડ પણ કરી હતી. અધિકારી પ્રમાણે સુરક્ષા એજન્સીઓએ અનેક આતંકી હુમલાઓમાં સૈફુલ્લાહની શોધમાં હતી. તેમણે જાણકારી આપી હતી કે સ્થળ ઉપરથી હથિયાર પણ મળ્યા હતા.

 

indian army national news jammu and kashmir