કશ્મીર પર હુમલો,એ ભારતના લોકતંત્ર પર હુમલો છેઃ મોદી

06 December, 2014 09:32 AM IST  | 

કશ્મીર પર હુમલો,એ ભારતના લોકતંત્ર પર હુમલો છેઃ મોદી



હજારીબાગ,તા.6 ડિસેમ્બર

પ્રધાનમંત્રીએ કહ્યુ કે સીમાપારથી આવેલ આતંકીઓએ ભારતના લોકતંત્ર પર હુમલો કર્યો છે પણ આપણા વીર સૈનિકોએ તેમની નાપાક હરકતને જવાબ આપીને તેમના બદઈરાદાઓન ડામી દીધા છે.મોદીએ કહ્યુ કે હુ અનેકવાર ઝારખંડ આવ્યો છુ,પણ આ વખતે હુ કંઈ માંગવા નથી આવ્યો.હુ તમને ધન્યવાદ આપવા આવ્યો છુ.તેમણે ચૂંટણીની ચર્ચા કરતા કહ્યુ કે જાતી અને ધર્મનુ રાજકારણ બહુ થયુ હવે વિકાસની રાજનીતિ કરવા હુ અહીં આવ્યો છુ.

મોદીએ કહ્યુ કે ઝારખંડ મામૂલી રાજય નથી.તે હિન્દુસ્તાનનુ બીજુ રાજ્ય છે જે આગળ વધવાની તાકાત ધરાવે છે.ઝારખંડનુ ભલુ થશે તો અન્ય રાજ્યોને પણ તેનો લાભ મળશે.અહી જો વિકાસ થશે તો લોકોને બીજા રાજ્યોની વાટ પકડવી નહી પડે.અહીં કોલસાનુ ઉત્પાદન શરૂ થસે તો 20 હજાર કરોડ રૂપિયા કેન્દ્ર પાસેથી મળશે.અમે ઝારખંડને મજબુત બનાવવા ઈચ્છીએ છીએ.

મોદીએ કહ્યુ કે હુ વચન આપુ છુ કે ઝારખંડ સરકાર તમારા માટે કામ કરવાની જ છે,પણ દિલ્હી સરકાર પણ તમારા માટે કામ કરશે.આ વખતે તમે જોરદાર મતદાન કરજો.જો તમારા રાજ્યને વિકાસના માર્ગે લાવવુ હોય તો ભાજપ સરકાર રચાવવી જરૂરી છે.