મનમોહન સિંહ કે સોનિયા ગાંધીને પણ ગંધ ન આવી

22 November, 2012 02:59 AM IST  | 

મનમોહન સિંહ કે સોનિયા ગાંધીને પણ ગંધ ન આવી

કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે આ ગુપ્તતા એ હદે હતી કે વડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને પણ જાણ કરવામાં આવી ન હતી. કસબની ફાંસી વિશે અત્યંત ઓછી વ્યક્તિઓને જાણ હતી. કસબને જોકે ૧૨ નવેમ્બરે જ ફાંસી વિશે જાણ કરી દેવામાં આવી હતી. મુંબઈ તથા પુણેની સ્થાનિક પોલીસને પણ આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. રસપ્રદ વાત એ છે કે ઇન્ડો-તિબેટ બૉર્ડર પોલીસ ફોર્સ (આઇટીબીપી)ના જે ૨૦૦ જવાનો આર્થર રોડ જેલમાં કસબની સુરક્ષા માટે તહેનાત હતા તેમને પણ કસબને પુણેમાં ફાંસી અપાશે એની ખબર ન હતી. 

૨૦૦૪ પછી ભારતમાં આ પહેલી વાર કોઈ ગુનેગારને ફાંસી આપવામાં આવી હતી. મુંબઈને આર્થર રોડ જેલમાંથી ભારે ગુપ્તતા વચ્ચે પુણેની યેરવડા જેલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ગઈ કાલે સવારે તેને ફાંસી આપવામાં આવી હતી. સમગ્ર ઘટનાનું વિડિયો રેકૉર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.