કરતારપુર કોરિડરની બેઠક પૂરી, પાકિસ્તાને માની ભારતની આ શરતો

14 July, 2019 04:26 PM IST  | 

કરતારપુર કોરિડરની બેઠક પૂરી, પાકિસ્તાને માની ભારતની આ શરતો

પાકિસ્તાને માની ભારતની આ શરતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર કરતારપુર કોરિડોરને લઈને મહત્વની બેઠક થઈ છે. કરતાપુર કોરિડોર વચ્ચે અવરોધો દૂર કરવાની રણનીતિ મામલે વિચાર કરવામાં આવી રહ્યો છે. બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પૂરી થઈ છે. બેઠકમાં ભારતે પાકિસ્તાન સામે શ્રદ્ધાળુઓ સામે વિઝા મુક્ત યાત્રાની માગ મુકી છે. બેઠક પૂરી થયા પછી ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ એસસીએલ દાસે કહ્યું હતું કે, ભારતના ડેરા બાબા નાનક અને આસપાસના વિસ્તારોમાં પૂરને લઈને પાકિસ્તાનને માહિતગાર કર્યું હતું.

બોર્ડરના વિસ્તારોમાં રસ્તાઓના નિર્માણ કાર્ય પાકિસ્તાન તરફથી પૂરૂ કરવામાં આવશે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના ડો. મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે, 80 ટકા મુદ્દાઓ પર બન્ને દેશો વચ્ચે સહમતિ બની છે. બાકી મુદ્દાઓના ઉકેલ લાવવા માટે પણ બન્ને દેશો વચ્ચે વધુ એક બેઠક કરવામાં આવશે. એસસીએલ દાસે કહ્યું હતું કે,પાકિસ્તાન આ વાત પર રાજી થઈ ગયું છે. બાબા નાનક સાહિબના પવિત્ર દર્શન માટે રોજ 5,000 શ્રદ્ધાળુ જઈ શકે છે. બાબા નાનક સાહિબમાં વિશેષ અવસર પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે પણ વિચાર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો: કૅનેડામાં નોકરીના નામે અનેકના રૂપિયા લઈ કચ્છી એજન્ટ પલાયન

કરતાર કોરિડોર 22 નવેમ્બરે ખોલવામાં આવશે. 22 નવેમ્બરે ગુરૂ નાનકની 550મી જયંતી પહેલા કોરિડોર ખોલવામાં આવશે. કરતારપૂર કોરિડોરને લઈને તમામ તૈયારીઓ બાકી છે. ભારત તરફથી તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન તરફથી બાબા નાનક સાહિબના પવિત્ર દર્શન માટે અવાર નવાર સવાલ ઉઠાવતું આવ્યું છે.

gujarati mid-day