ચાલુ છે કર્ણાટકનું નાટકઃ શું પડી ભાંગશે કુમારસ્વામીની સરકાર?

16 January, 2019 06:00 PM IST  | 

ચાલુ છે કર્ણાટકનું નાટકઃ શું પડી ભાંગશે કુમારસ્વામીની સરકાર?

કર્ણાટક સરકાર જોખમમાં?

કર્ણાટકમાં ફરી એકવાર સત્તા માટે નાટક ભજવાઈ રહ્યું છે. મકર સંક્રાંતિના દિવસે બે ધારાસભ્યઓ સરકારમાંથી સમર્થન પાછું લઈ લીધું, હવે મીડિયાના અહેવાલો અનુસાર કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. જો એવું થાય છે તો સરકાર પર ચોક્કસથી સંકટ આવી શકે છે.

શું છે આંકડાઓનો ખેલ?

કર્ણાટક વિધાનસભામાં 224 બેઠકો છે. જેથી બહુમતિનો આંકડો 113 છે. બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ પણ કૉંગ્રેસ-JDSની સરકાર 118ના આંકડા પર છે. હવે જો વધુ પાંચ ધારાસભ્યો રાજીનામું આપે તો આંકડો 113 પર આવી જાય અને સંભવ છે કે વર્તમાન સરકાર સંકટમાં આવી જાય.

જો કે, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી સતત દાવો કરી રહ્યા છે કે તેઓ સરકારને લઈને નિશ્ચિંત છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા, ભાજપના સ્થાનિક નેતાથી લઈને ટોચના નેતાઓ પર સરકારને પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન રહી ચુકેલા દેવગૌડાના કહેવા પ્રમાણે આ બધુ મીડિયાએ કરાવ્યું છે. જો કે સૂત્રોના પ્રમાણે સરકારમાં સંકટ છે અને તેની સાથે લડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

કર્ણાટકના મંત્રી ડી કે શિવકુમારે કહ્યું કે એક કે બે ને છોડીને તમામ ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તમામ ધારાસભ્યો કૉંગ્રેસની ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે. ત્યારે જ ભાજપના નેતા વમન આચાર્યએ દાવો કર્યો છે કે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પાર્ટીના નેતા સી એન અશ્વથનારાયણનો સંપર્ક કર્યો છે. જો આ સરકાર પડી ભાંગે છે તો જનાદેશ પ્રમાણે અમે સરકાર બનાવીશું.

ભાજપ પર લગાવ્યો ખરીદવાનો આરોપ

પ્રદેશમાં સતારૂઢ કૉંગ્રેસ-JDSના ગઠબંધને ભાજપ પર 'ઑપરેશન લોટસ' અંતર્ગત ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે ભાજપે એવો આરોપ લગાવ્યો કે ગઠબંધન ભાજપના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ શીલા દીક્ષિતના પદગ્રહણ સમારોહમાં પહોંચેલા ટાઈટલરે વધારી ચિંતા, મચ્યો હંગામો

જો કે સૂત્રોનું કહેવું છે કે કૉંગ્રેસના 10 અને JDSના ત્રણ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ભાજપનો પ્રયાસ છે કે 13 ધારાસભ્યો જલ્દી રાજીનામું આપી દે. ભાજપ આવતા અઠવાડિયે  પ્રદેશ સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ બેઠકો મળી હતી અને પાર્ટીના નેતા બી એસ યેદુયરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે બાદમાં કૉંગ્રેસ અને JDSએ હાથ મિલાવીને એચ ડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર બનાવી હતી.

karnataka national news