Karnataka: Apple iphone બનાવનારી કંપનીમાં તોડફોડ, જાણો આ છે કારણ

12 December, 2020 04:48 PM IST  |  Kolar | Gujarati Mid-day Online Correspondent

Karnataka: Apple iphone બનાવનારી કંપનીમાં તોડફોડ, જાણો આ છે કારણ

આઈફોન

કર્ણાટકમાં Apple Iphone બનાવનારી એક ફેક્ટરીમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે. આ ફેક્ટરી કર્ણાટકના કોલાર જિલ્લાના નરસાપુર ઔદ્યોગિક ક્ષેત્રમાં આવી છે. એવું કહેવામાં આવું રહ્યું છે કે અહીંયા કામ કરનારા કર્મચારીઓને ઘણા મહિનાથી પગાર મળતો નહોતો, જેના કારણે તેઓએ ઉગ્ર પરિસ્થિતિ નિર્માણ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને વિરોધીઓને ત્યાંથી ભગાડ્યા. કેટલાક લોકો સામે કેસ પણ નોંધાયો છે.

મળેલી માહિતી અનુસાર કર્ણાટકના કોલાર જિલ્લામાં નરસાપુર ઔદ્યોગિક વિસ્તાર છે. ત્યાં તાઈવાનની એક કંપની વિસ્ટ્રોન એપલ આઈફોન બનાવે છે. આ કપંનીની ફેક્ટરના કર્મચારીઓએ ભારે ભારે હોબાળો મચાવ્યો હતો. તેમણે કાચના દરવાજા અને કેબિનની તોડફોડ કરી નાખી હતી. કર્મચારીઓએ કારખાનમાં પાર્કિંગમાં ઉભી રહેલા કેટલાક વાહનોને આગ લગાવી દીધી હતી. ફેક્ટરીમાં પથ્થરમારો પણ કર્યો. કંપનીના બોર્ડને પણ આગ લગાવી દીધી હતી.

કર્મચારીઓનું કહેવું છે કે તેમને ઘણા મહિનાથી પગાર મળતો નથી. કંપની વારંવાર પગારની ખાતરી આપતી રહી, પરંતુ તેમને પૈસા આપવામાં આવ્યા નહીં. આનાથી તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. એવામાં કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે તોડફોડ કરી હતી.

કર્મચારીઓના રોષને ધ્યાનમાં રાખીને ફેક્ટરી મેનેજમેન્ટે પોલીસને કેસની જાણ કરી હતી. આ પછી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિરોધ કરી રહેલા કામદારોને કાબૂમાં લીધા હતા. પોલીસે બળનો પ્રયોગ કરીને વિરોધ કરી રહેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. કંપનીની ફરિયાદના આધારે પોલીસે કેટલાક લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

karnataka iphone national news