ઓમાઇક્રોનથી સંક્રમિત થયેલા કર્ણાટકના ડૉક્ટરે ઇન્ટરનૅશનલ મેડિકલ કૉન્ફરન્સ અટેન્ડ કરી હતી

05 December, 2021 09:07 AM IST  |  Bangalore | Gujarati Mid-day Correspondent

આ ડૉક્ટર ૨૦ નવેમ્બરે કૉન્ફરન્સમાં ગયા હતા, જેના એક દિવસ પછી તેમને તાવ અને શરીરમાં દુખાવો થતાં તેમણે ટેસ્ટ કરાવી હતી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયામાં ઓમાઇક્રોન વેરિઅન્ટ સૌપ્રથમ એક ફૉરેનર અને બૅન્ગલોરના એનેસ્થેઝિયોલૉજિસ્ટ ડૉક્ટરમાં ડિટેક્ટ થયો હતો. હવે બૅન્ગલોરના આ ડૉક્ટર સ્વસ્થ છે. તેના પ્રાઇમરી કૉન્ટૅક્ટ્સમાં તેની ઓપ્થેમોલૉજિસ્ટ વાઇફ, દીકરી અને અન્ય એક ઓપ્થેમોલૉજિસ્ટ ડૉક્ટરનો સમાવેશ થાય છે. તેઓ પણ સારી રીતે રિકવર થઈ રહ્યાં છે. દરમિયાનમાં ગવર્નમેન્ટ અત્યારે આ ડૉક્ટર નવા વેરિઅન્ટથી સંક્રમિત થયા હોય એ શૉર્સને શોધવાની કોશિશ કરી રહી છે ત્યારે જાણવા મળ્યું છે કે આ ડૉક્ટર ૧૮ નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમ્યાન બૅન્ગલોરની એક ફાઇવ સ્ટાર હોટેલમાં યોજાયેલી ઇન્ટરનૅશનલ મેડિકલ કૉન્ફરન્સમાં ગયા હતા. 
આ ડૉક્ટર ૨૦ નવેમ્બરે કૉન્ફરન્સમાં ગયા હતા. જેના એક દિવસ પછી તેમને તાવ અને શરીરમાં દુખાવો થતાં તેમણે ટેસ્ટ કરાવી હતી. આ ઇન્ટરનૅશનલ મેડિકલ કૉન્ફરન્સમાં ફૉરેનથી અનેક લોકો આવ્યા હતા. એટલે જ લોકલ એડ્મિનિસ્ટ્રેશનને આ કૉન્ફરન્સ ‘સુપરસ્પ્રેડર’ હોવાની શક્યતાથી ચિંતા છે. 
એમ પણ જણાવવામાં આવી રહ્યું છે કે આ ડૉક્ટરે કૉન્ફરન્સમાં ભાગ લીધો એના માત્ર એક દિવસ પછી જ તેમનામાં લક્ષણો જોવા મળ્યાં હતાં ત્યારે એવી શક્યતા છે કે આ કૉન્ફરન્સ અટેન્ડ કરતાં પહેલાં જ તેઓ સંક્રમિત થયા હોઈ શકે છે, કેમ કે લક્ષણો નોટિસ થતાં થોડોક સમય લાગે છે. 
આ ડૉક્ટર અત્યારે અહીંની એક હૉસ્પિટલમાં આઇસોલેશનમાં અને ઑબ્ઝર્વેશન હેઠળ છે. તેમની વાઇફ અને દીકરીની પણ ત્યાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ હૉસ્પિટલનો આખો ફ્લોર ઓમાઇક્રોન વેરિઅન્ટથી સંક્રમિત અને શંકાસ્પદ કેસ માટે રિઝર્વ છે. અત્યારે છ વ્યક્તિઓની ત્યાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. 
તેમની ટ્રીટમેન્ટને મૉનિટર કરનારા એક સિનિયર ડૉક્ટરે કહ્યું હતું કે ‘અમે તમામ ફ્રેન્ડ્સ છીએ. ઓમાઇક્રોનથી સંક્રમિત ડૉક્ટર જણાવે છે કે તેઓ સ્વસ્થ છે. અમે એકબીજાની સાથે વાત કરીએ છીએ. આ વાઇરસ કોરોનાના બીજા વેરિઅન્ટ જેવા જ છે. કોઈ જાતના કૉમ્પ્લિકેશન્સ વિના પ્રાઇમરી કૉન્ટૅક્ટ્સની પણ સ્થિતિ સારી છે.’
ઓમાઇક્રોન વેરિઅન્ટથી સંક્રમિત ડૉક્ટરમાં શરૂઆતમાં શરીરમાં ખૂબ જ દુખાવો, ઠંડી અને સામાન્ય તાવ જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. તેને હજી સુધી શ્વાસ લેવામાં તકલીફ નથી 
અને ઑક્સિજન સેચ્યુરેશન લેવલ પણ નોર્મલ છે. 
ચક્કર આવ્યા બાદ તેને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

national news karnataka