લાખ ડૉલરની નોકરી ખેતી કરવા માટે છોડી દીધી આ ભાઈએ

08 September, 2020 09:01 AM IST  |  Kalaburagi | Agency

લાખ ડૉલરની નોકરી ખેતી કરવા માટે છોડી દીધી આ ભાઈએ

સૉફ્ટવેર એન્જિનિયર સતીશ કુમાર

મૂળ કર્ણાટકના એક યુવકે કાલાબુર્ગી જિલ્લામાં આવેલા તેના ગામમાં ખેતી શરૂ કરવા માટે અમેરિકા અને દુબઈની તેની ‘કંટાળાજનક’ નોકરી છોડી દીધી હતી.

સતીશ કુમાર વિદેશમાં સૉફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને વાર્ષિક એક લાખ ડૉલરનું વેતન મેળવતા હતા.

હું એક સૉફ્ટવેર એન્જિનિયર હતો અને લોસ ઍન્જલસ (અમેરિકા) અને દુબઈમાં કામ કરતો હતો. અમેરિકામાં મને વાર્ષિક એક લાખ ડૉલરનો પગાર મળતો હતો. જોકે મારી નોકરી કંટાળાજનક હતી, એમ કુમારે જણાવ્યું હતું.

આ ક્ષેત્રમાં કોઈ પડકારો ન હતા અને હું મારા અંગત જીવન પર ધ્યાન આપી શકતો ન હતો. આથી મેં મારા ગામમાં પરત ફરવાનું નક્કી કર્યું અને બે વર્ષ પછી ખેતીકામ શરૂ કર્યું. ગયા મહિને મેં બે એકર જમીન પર વાવેલી અઢી લાખ રૂપિયાની મકાઈ વેચી, એમ તેમણે ઉમેર્યું હતું.

national news karnataka