હરિયાણાના મુખ્ય પ્રધાનના કિસાન મહાપંચાયત કાર્યક્રમમાં બબાલ

11 January, 2021 02:32 PM IST  |  Karnal | Gujarati Mid-day Correspondent

હરિયાણાના મુખ્ય પ્રધાનના કિસાન મહાપંચાયત કાર્યક્રમમાં બબાલ

મનોહરલાલ ખટ્ટર (ફાઈલ તસવીર)

હરિયાણા સીએમ મનોહરલાલ ખટ્ટરના કિસાન મહાપંચાયત કાર્યક્રમનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. કરનાલમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સ્થિતિ બગડી તો તેને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગૅસનો ઉપયોગ કરવો પડ્યો. પહેલાં ખેડૂતોને પાછળ હટવાનું કહેવાયું હતું. હરિયાણામાં સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે પાણીનો મારો કરીને ખેડૂતોને પાછળ કરવાની કોશિશ પણ કરવી પડી, પરિણામે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

સૂબામાં સત્તાધારી પાર્ટી બીજેપીની મહાપંચાયત હતી. પ્રદેશના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે નવા કૃષિ કાયદાની જાણકારી આપવા માટે પ્રદેશના દરેક જિલ્લામાં કિસાન મહાપંચાયત કરવાની જાહેરાત કરી હતી. સીએમની પહેલી મહાપંચાયત કરનાલ ગામ કેમલામાં થવાની હતી. આ કાર્યક્રમનો ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. કાર્યક્રમના વિરોધમાં કરનાલમાં ખેડૂતોએ ખૂબ હોબાળો મચાવીને સરકારને કડક ચેતવણી આપી આરપારની લડાઈની ધમકી આપી છે.

national news haryana