જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી એ હવે દેશને ખતમ કરી રહી છે : સિબ્બલ

30 August, 2012 05:52 AM IST  | 

જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી એ હવે દેશને ખતમ કરી રહી છે : સિબ્બલ

ઓનમના તહેવારને લીધે ગઈ કાલે સંસદમાં રજા હતી, પણ કૉન્ગ્રેસે બીજેપી પરનું શાબ્દિક આક્રમણ યથાવત્ રાખ્યું હતું. કોલસાકૌભાંડ મુદ્દે બીજેપી સંસદમાં જે વિરોધ કરી રહી છે એની ટીકા કરતાં કૉન્ગ્રેસના નેતા અને કેન્દ્રીય પ્રધાન કપિલ સિબલે કહ્યું હતું કે ‘જે વિચારધારાને કારણે ગાંધીજીની હત્યા થઈ હતી એ હવે દેશને ખતમ કરી રહી છે. બીજેપીની વિચારધારા માત્ર લોકશાહીને ખતમ કરવાની છે. જ્યારે કોલસો વેચવામાં જ નથી આવ્યો ત્યારે ખાણોની ફાળવણીને કારણે કોઈને ફાયદો થયો હોવાનો સવાલ જ પેદા નથી થતો.’

ગઈ કાલે દિલ્હી આવેલા કૉન્ગ્રેસના હેડક્વૉર્ટરમાં પત્રકારો સાથે વાત કરતાં સિબલે આક્ષેપ કર્યો હતો કે બીજેપીને દેશની નથી પડી. એ માત્ર ગમે તે ભોગે સત્તા મેળવવા માગે છે. આ સાથે સિબલે પ્રાઇવેટ કંપનીઓને કરવામાં આવેલી ખાણોની ફાળવણીનાં લાઇસન્સ રદ કરવાની વિપક્ષની માગણીને નકારી કાઢી હતી. સિબલે કહ્યું હતું કે લાઇસન્સ રદ થવાથી સરકારી તિજોરીને ભારે નુકસાન થશે તથા દેશના પાવર-સેક્ટરને પણ એની અસર થશે.