ભારતમાં 4જી લોંચ, થશે પ્રતિ સેકન્ડ 100MB ડાઉનલોડિંગ

10 April, 2012 09:59 AM IST  | 

ભારતમાં 4જી લોંચ, થશે પ્રતિ સેકન્ડ 100MB ડાઉનલોડિંગ

કોલકાતા : તા. 10 એપ્રિલ

કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે આ હાઈસ્પીડ સર્વિસનો શુભારંભ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપની માર્ચ મહિનામાં જ આ સેવાનો પ્રારંભ કરવા ઈચ્છુક હતી પરંતુ કપિલ સિબ્બલના વ્યસ્ત કાર્યક્રમના કારણે એપ્રિલમાં સેવાની શરૂઆત કરવામાં આવી હતી.

4જી એ 2જી અને 3જી કરતા એકદમ આધુનિક છે. 4જીમાં 3જીની સરખામણીએ 5 ઘણી વધારે ઝડપી સર્વિસ ઈન્ટરનેટ વપરાશકારોને મળી સકશે. 4જીમાં 100 એમબી પ્રતિ સેકન્ડની સ્પીડથી ડાઉનલોડિંગ થશે અને અપલોડિંગ 50 એમબી પ્રતિ સેકન્ડની ઝડપે. જોકે સુરક્ષાના કારણોસર ઈન્ટેલિજન્સ એજન્સીઓએ વિડિયો કોલ્સ અને વોઈસ કોલ સેવાને મંજૂરી આપી નથી.