કાનપુરમાં હવે પાંચ લાખ ઘરોની બહાર લાગશે QR કોડ : સ્કૅન કરીને હાઉસ ટૅક્સ, વૉટર ટૅક્સ અને સિવેજ ટૅક્સ ભરી શકાશે

22 May, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યોજના અંતર્ગત નગરપાલિકાએ એક પ્રાઇવેટ બૅન્ક સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કાનપુર નગરપાલિકાએ શહેરવાસીઓને ટૅક્સ ભરવામાં અત્યંત સરળતા પડે એવી સુવિધા શરૂ કરી છે. શહેરમાં લગભગ પાંચ લાખથી વધુ પરિવારોએ હવે ટૅક્સ ભરવા માટે નગરપાલિકાની ઑફિસે ચક્કર નહીં કાપવા પડે અને લાઇનમાં પણ નહીં ઊભા રહેવું પડે. નગરપાલિકાએ દરેક ઘરની બહાર QR કોડ લગાવ્યો છે એ સ્કૅન કરવાથી તમારા ઘરનું ટૅક્સનું સ્ટેટસ શું છે એ ખબર પડી જશે. એટલું જ નહીં, એ કોડથી જ ટૅક્સ ભરી પણ શકાશે. આવી સિસ્ટમ કાનપુરમાં પહેલી વાર શરૂ થવા જઈ રહી છે.  

આ યોજના અંતર્ગત નગરપાલિકાએ એક પ્રાઇવેટ બૅન્ક સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે. કાનપુરના ૧૧૦ વૉર્ડ્સમાં આ QR કોડની સિસ્ટમ લાગુ પડશે. માત્ર ટૅક્સ ભરવાની બાબતમાં જ નહીં, કચરો ઉઠાવવાની વ્યવસ્થામાં નગરપાલિકા ટ્રાન્સપરન્સી લાવવા મથી રહી છે. કચરો ઉપાડવાવાળી ગાડી પણ દરેક મહોલ્લામાંથી કચરો ઉપાડ્યા પછી એક QR કોડ સ્કૅન કરીને કચરો ઉઠાવાયો છે એનું રિપોર્ટિંગ કરશે.

આ પહેલાં ઉત્તર પ્રદેશની કેટલીક નગરપાલિકામાં પણ આ પ્રયોગ થયો છે.

national news india uttar pradesh kanpur