Kanpur Fire: કાનપુર માર્કેટમાં ફાટી નિકળી આગ, દુકાનો બળીને ખાખ,10 અબજથી વધુનું નુકસાન

31 March, 2023 08:50 AM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

કાનપુર (Kanpur Fire)માં બાંસમંડી સ્થિત હમરાજ માર્કેટની બાજુમાં આવેલા AR ટાવરમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

પ્રતિકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાનપુર (Kanpur Fire)માં બાંસમંડી સ્થિત હમરાજ માર્કેટની બાજુમાં આવેલા AR ટાવરમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવવામાં લાગેલા છે. ટાવર લગભગ છ કલાકથી સળગી રહ્યો છે.

આ અકસ્માતમાં પાંચ કોમ્પ્લેક્સ આગથી બળીને ખાખ થઈ ગયા છે. એક અંદાજ મુજબ 10 અબજથી વધુનું નુકસાન થયું છે. નોંધનીય છે કે આ યુપીનું સૌથી મોટું રેડીમેડ હોલસેલ માર્કેટ છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા હજુ પણ આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

કાનપુરના કમિશનર સ્થળ પર હાજર છે. આજુબાજુના જિલ્લાઓમાંથી પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. એરફોર્સ, આર્મી, સીઓડી, ઓર્ડિનન્સના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ ટૂંક સમયમાં કાબૂમાં આવે તેવી શક્યતા છે.

શોર્ટ સર્કિટના કારણે આગ
એઆર ટાવરમાં બે ડઝનથી વધુ રેડીમેડ કપડાની હોલસેલ દુકાનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, જે ધીરે ધીરે આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આગના કારણની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: Indore Accident: રામનવમી પર મોટો અકસ્માત, 25થી વધારે લોકો ફસાયા અંદર

અનેક જિલ્લામાંથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી

કાનપુર, ઉન્નાવ અને લખનૌ સહિત અનેક જિલ્લાઓની 50થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવામાં લાગેલી છે. ડીએમ અને પોલીસ કમિશનરે સેનાના અધિકારીઓનો સંપર્ક કર્યો છે. આગ ઓલવવા માટે સેનાની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે

કાનપુર પોલીસ કમિશનર બીપી જોગદંડ, જોઈન્ટ પોલીસ કમિશનર આનંદ પ્રકાશ તિવારી અને ડીએમ ઘટનાસ્થળે હાજર છે. એરફોર્સ, આર્મી, સીઓડી વગેરેના અધિકારીઓ અને વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

national news kanpur uttar pradesh