આ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું

09 July, 2020 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આ રીતે મહાકાળ મંદિર પહોંચ્યો હતો વિકાસ દુબે, જાણો પુજારીએ શું કીધું

વિકાસ દુબે, મહાકાળ મંદિર ઉજ્જૈન

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ડીએસપી સહિત 8 પોલીસકર્મીની હત્યા કરનાર વિકાસ દુબેની મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાળ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહાકાળ મંદિરના પૂજારીએ વિગતવાર સમજાવ્યું કે આ ઘટના પછી આઠ દિવસ પછી ધરપકડ કેવી રીતે થઈ.વિકાસ દુબે એન્કાઉન્ટરના ડરથી શરણાગતિ મેળવવા માગતો હતો. મંદિર સંકુલ પહોંચ્યા બાદ વિકાસ દુબેએ પોતે જે બુમો પાડી કહ્યું કે તે વિકાસ દુબે છે અને મહાકાળ મંદિરના સુરક્ષા કર્મચારીઓને પોલીસને જાણ કરવા કહ્યું. 

પૂજારી આશિષે જણાવ્યું કે મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓને લાગ્યું કે આ વ્યક્તિનો ચહેરો કાનપુરના ગુનેગાર વિકાસ દુબેને મળતો આવે છે ત્યારે તેમણે વિકાસને ઝાલ્યો અને પછી મહાકાળ મંદિરની પોલીસ ચોકીને જાણ કરવામાં આવી હતી. આખો એપિસોડ રાત્રે 9 વાગ્યાની આસપાસ બન્યો હતો. વિકાસ દુબેને 250 રૂપિયાની રસીદ લઇ તે મંદિરમાં ઘુસ્યો.

 

પુજારીએ કહ્યું કે જ્યારે વિકાસ દુબે રસીદ લેતો હતો ત્યારે ત્યાં હાજર કર્મચારીને લાગ્યું કે આ વિકાસ દુબે છે અને શંકા જતા તેણે તેને પકડ્યો.

 

પૂજારી આશિષે કહ્યું કે શ્રાવણ મહિનો હોવાથી મહાળ મંદિરમાં રોજના સાત આઠ લોકો આવે છે. વિકાસને પકડ્યો પછી તેણે કોઇ ખોટો વહેવાર ન કર્યો અને ભાગવાનો પ્રયાસ ન કર્યો. વિકાસ દુબેને પકડનારા કર્મચારીઓ પાસે કોઈ હથિયાર નહોતું.

મધ્યપ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ભોપાલમાં મીડિયાને કહ્યું, 'હું આ ક્ષણે કહું છું કે અમે દુબેની ધરપકડ કરી છે. તે અમારી કસ્ટડીમાં છે. 'જ્યારે મિશ્રાને પૂછવામાં આવ્યું કે શું મહાકાળ મંદિરમાં ધરપકડ થઈ છે, ત્યારે તેમણે કહ્યું, "મંદિરની અંદર કે બહારની ચર્ચા ન કરો મુદ્દો એ છે કે ધરપકડ ઉજ્જૈનમાં થઈ છે."

શું આ ધરપકડ માત્ર પુજારીની સુચનાથી થઇ કે પછી કોઇ રીતે ઇન્ટેલિજન્સ એનજ્સી ઇન્વોલ્વડ હતી તેવા સવાલના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું કે, “આ બધી બાબતો બાદમાં જાહેર કરાશે. હાલમાં સારું તો એ છે કે પોલીસને સફળતા મળી છે અને આખા રાજ્યની પોલીસ સતત હાઇ એલર્ટ પર હતી.

national news kanpur Crime News madhya pradesh