ગેન્ગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા, ભાગવાની કરી હતી કોશિશ

10 July, 2020 09:43 AM IST  |  Kanpur | Gujarati Mid-day Online Correspondent

ગેન્ગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા, ભાગવાની કરી હતી કોશિશ

વિકાસ દુબે

ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગયા અઠવાડિયે આઠ પોલીસ કર્મચારીઓને નિર્દયતાથી મારી નાખનાર આરોપી કુખ્યાત ગેન્ગસ્ટર વિકાર દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. પોલીસ દ્વારા આ વાતની પુષ્ઠી કરવામાં આવી છે.

કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી ગેન્ગસ્ટર વિકાસ દુબે આજે કાનપુરમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા. જાણકારી મુજબ ઉજ્જૈનથી કાનપુર આવી રહેલી યૂપી એસટીએફની ગાડી રસ્તામાં પલટ્યા બાદ વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી. એના બાદ પોલીસ અને વિકાસ દુબે વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. ગાડી પલટી થયા બાદ મોસ્ટવૉન્ટેડ વિકાસ દુબેએ બંદૂક ખેંચીને ગોળીબાર શરૂ કરી દીધી. એન્કાઉન્ટરમાં ગંભીર રૂપથી ઘાયલ વિકાસ દુબેને પોલીસ હોસ્પિટલ લઈને ગઈ. બાદ પોલીસ તરફથી વિકાસ દુબેની એન્કાઉન્ટરમાં માર્યા જવાની પુષ્ઠિ કરવામાં આવી. આ ફાયરિંગમાં ચાર પોલીસ ઘાયલ થયા છે.

કાનપુરના બિકરુ ગામમાં બે જૂલાઈની રાતે આઠ પોલીસકર્મીઓની હત્યા કરી વિશ્વમાં ચર્ચાયેલો ઉત્તર પ્રદેશનો મોસ્ટવૉન્ટેડ ગેન્ગસ્ટર વિકાસ દુબે ગુરૂવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરના પરિસરમાં મળ્યો હતો. છ દિવસથી શોધ્યા બાદ મધ્ય પ્રદેશ પોલીસે એની ધરપકડ કરી હતી. જોકે કુખ્યાત અપરાધીને લઈને કેટલાક રાજ્યોમાં પોલીસે અર્લટની જાહેરાત કરી હતી, આ ગુનેગારની ધરપકડ નાટકીય રીતે કરવામાં આવી હતી. 

kanpur uttar pradesh national news Crime News ujjain