17 May, 2025 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કંગના રનૌત, નરેન્દ્ર મોદી, ડોનલ્ડ ટ્રમ્પ
ઍક્ટ્રેસમાંથી સંસદસભ્ય બનેલી કંગના રનૌતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. ગુરુવારે તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સાથે કરતી એક વિવાદાસ્પદ પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રેસિડન્ટ જે. પી. નડ્ડાની સલાહ પર તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી છે.
ડોનલ્ડ ટ્રમ્પે ઍપલના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ટિમ કુકને ભારતમાં ઍપલનાં ઉત્પાદનો નહીં બનાવવા જણાવ્યું એ ટ્વીટ રીપોસ્ટ કરીને કંગનાએ સવાલ કર્યો હતો કે આ પ્રેમ ગુમાવવાનું કારણ શું હોઈ શકે?
તમે શું વિચારો છો? આ વ્યક્તિગત ઈર્ષ્યા છે કે રાજદ્વારી અસલામતી છે?
આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ કંગનાએ એને હટાવી દીધી હતી. કંગનાએ એક નવી પોસ્ટમાં લખ્યું હતું કે ‘આદરણીય પાર્ટી અધ્યક્ષ જે. પી. નડ્ડાજીએ ફોન કરીને મને એ પોસ્ચ ડિલીટ કરવા કહ્યું હતું. મને મારી એ ખૂબ જ વ્યક્તિગત અભિપ્રાય પોસ્ટ કરવા બદલ દુઃખ થાય છે. સૂચનાઓ અનુસાર મેં એને તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ પરથી પણ ડિલીટ કરી દીધી. આભાર.’