કમલ હાસનના નિવેદનથી વિવાદ, મંત્રીએ કહ્યું- કાપી લેવી જોઈએ જીભ

13 May, 2019 08:53 PM IST  |  તમિલનાડુ

કમલ હાસનના નિવેદનથી વિવાદ, મંત્રીએ કહ્યું- કાપી લેવી જોઈએ જીભ

તમિલનાડુના મંત્રી કેટીઆર (તસવીર સૌજન્યઃ ANI)

તમિલનાડુના મંત્રી કેટીઆરે કમલ હાસનના હિન્દૂ આતંકીવાળા નિવેદન પર ગંભીર ટિપ્પણી કરી છે. મંત્રી ટી રાજેન્દ્રએ કહ્યું કે કમલ હાસને હિન્દૂ આતંક કહ્યું તેના માટે તેની જીભ કાપી લેવી જોઈએ.

કેટીઆરે એવું પણ કહ્યું કે કમલ હાસને અલ્પ સંખ્યકોના મત મેળવવ માટે આ નિવેદન આપ્યું છે. મંત્રીએ કહ્યું કે એક વ્યક્તિના કામ માટે આખા સમુદાયને દોષ ન આપી શકાય. ચૂંટણી પંચે કમલ હાસન સામે કાર્રવાઈ કરવી જોઈએ અને પાર્ટી પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

આ પણ વાંચોઃ બીજેપીની હાર નક્કી, મોદીજી માત્ર વાતો કરે છે : પ્રિયંકા ગાંધી

તમિલનાડુના અરવાકુરિચી વિધાનસભા ક્ષેત્રમાં હિન્દૂ આતંકવાદને લઈને કમલ હાસને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે, 'હું આ એટલા માટે નથી કહેતો કારણ કે અહીં ઘણા બધા મુસ્લિમો હાજર છે, હું આ મહાત્મા ગાંધીની મૂર્તિની સામે ઉભો રહીને બોલી રહ્યો છું કે સ્વતંત્ર ભારતનો પહેલો આતંકી હિન્દૂ હતો અને તેનું નામ નાથૂરામ ગોડસે હતું.'

kamal haasan Loksabha 2019 tamil nadu