મહિલા કૉન્સ્ટેબલનો રોડ પર જ ન્યાય

11 December, 2019 09:04 AM IST  |  Mumbai Desk

મહિલા કૉન્સ્ટેબલનો રોડ પર જ ન્યાય

યુપીમાં સ્કૂલો અને કૉલેજોની બહાર યુવતીઓને છેડનારા રોમિયોનો ત્રાસ દૂર કરવા માટે પોલીસ ઍક્શનમાં આવી છે.

આવામાં કાનપુરમાં એક મહિલા પોલીસે યુવતીઓની છેડતી કરનારા રોમિયોનો રસ્તા પર જ ન્યાય કરી નાખ્યો હતો. યુવતીઓને છેડી રહેલા મજનૂને એન્ટિ રોમિયો ટીમની એક સભ્ય મહિલા પોલીસે રસ્તા પર જ ૩૩ સેકન્ડમાં ૨૬ જૂતા મારીને બરાબર પાઠ ભણાવ્યો હતો.

મહિલા પોલીસ ચંચલ ચૌરસિયાએ રોમિયોની કરેલી ધોલાઈની તસવીરો પણ વાઇરલ થઈ રહી છે. આ આરોપી સામે પોલીસે આગળ કાર્યવાહી કરી છે.

કાનપુરના બિઠુર વિસ્તારમાં ગર્લ્સ કૉલેજની આસપાસ છેડતીખોરોનો ત્રાસ હોવાની ફરિયાદો મળ્યા બાદ એન્ટિ રોમિયો સ્કવોડ ત્યાં પહોંચી હતી. કારણકે ગર્લ્સ કૉલેજની વિદ્યાર્થિનીઓ પણ પોલીસમાં જઈને રજૂઆત કરી ચૂકી છે.

સ્ક્વોડની મહિલા પોલીસે જોયું હતું કે એક વ્યક્તિ યુવતીઓ પર અભદ્ર કમેન્ટો કરી રહ્યો છે. આ જોઈને મહિલા પોલીસનું મગજ ફાટ્યું હતું અને પછી તેણે પગમાંથી જૂતું કાઢીને આ યુવાનને ફટકારવા માંડ્યો હતો. એ પછી તેણે યુવતીઓની માફી મગાવડાવી હતી.

દરમ્યાન સોશ્યલ મીડિયા પર આ મહિલા કૉન્સ્ટેબલના ભારે વખાણ પણ થઈ રહ્યા છે.

national news gandhinagar