જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

12 May, 2019 06:00 PM IST  | 

જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકી હોવાની શંકાથી રોકવામાં આવી

સર્ચ ઓપરેશન હાથ ધરાયુ

જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આતંકવાદી હોવાની સમાચાર મળતા ફિરોઝપુર કેન્ટ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી છે. ટ્રેન રોકતાની સાથે પોલીસ દ્વારા ટ્રેનના ડબ્બાઓ અને લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં જીઆરપી પણ સામેલ છે. જમ્મૂતાવી થી અમદાવાદ જતી ટ્રેનને રોકીને તપાસ કરાઈ જો કે કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે વસ્તુ મળી આવી નથી.

ટ્રેનમાં આતંકી કે કોઇ સંદિગ્ધ વસ્તુ હોવાની સુરક્ષા એજન્સીને મળી માહિતી

મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી જાણકારી મળી હતી કે જમ્મૂતાવી-અમદાવાદ એક્સપ્રેસમાં કોઈ આતંકી છુપાયેલા છે. જાણકારી બાદ તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રેનને ફિરોઝપુર કેન્ટથી નિકળે તે પહેલા તેની તપાસ કરવામાં આવી હતી. ખાનગી સુરક્ષા એજન્સીઓની માહિતી અનુસાર જમ્મૂતાવી-અમદાવાદ ટ્રેનમાં આતંકી કે કોઈ સંદિગ્ધ વસ્તુ હોઈ શકે છે. જો કે સર્ચ ઓપરેશનમાં કોઈ વસ્તું કે વ્યક્તિ મળી હતી માનવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિ કોઈ પહેલાના સ્ટેશન પર ઉતરી હોઈ શકે છે.

તપાસમાં કઇ ન મળતા 20 મીનિટ બાદ ટ્રેનને રવાના કરી દેવાઇ હતી

આ ટ્રેનની 2 વાર સંપૂર્ણ પણે તપાસ કરવામાં આવી હતી. પહેલા આ ટ્રેનને 20 મિનિટ તપાસ હાથ ધરાઈ હતી ત્યારબાદ ફરી આ ટ્રેનની તપાસ કરાઈ હતી. સમાચાર મળતાની સાથે પોલીસ સાથે જીઆરપીનો મોટો કાફલો સ્ટેશન પર જોવા મળ્યો હતો. જો કે ફિરોઝપુર કેન્ટના પ્રભારીએ આ ચેકિંગને રુટિન ચેકઅપ ગણાવ્યું હતું.

Crime News