ગડકરી નહીં, જે. પી. નડ્ડા BJPના નવા પ્રમુખ બનશે

25 May, 2014 05:37 AM IST  | 

ગડકરી નહીં, જે. પી. નડ્ડા BJPના નવા પ્રમુખ બનશે




નડ્ડાને રાજનાથના ખાસ માણસ ગણવામાં આવે છે અને તેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આર્શીવાદ પણ પ્રાપ્ત થયેલા છે. શનિવારે નડ્ડાએ ગુજરાત ભવનમાં નરેન્દ્ર મોદી સાથે લાંબી બેઠક યોજી હતી, જેમાં અમિત શાહ પણ ઉપસ્થિત હતા.

મૂળ હિમાચલ પ્રદેશના નડ્ડા રાજ્યમાં પર્યાવરણપ્રધાન હતા. તેમને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ સાથે પણ ગાઢ સંબંધ છે. મોદી જ્યારે હિમાચલ પ્રદેશના પ્રભારી હતા ત્યારથી તેમને નડ્ડા સાથે સંબંધ છે.