Covid-19: જૉનસન એન્ડ જૉનસને શરૂ કર્યું બે ડૉઝવાળી વેક્સિનનું ટ્રાયલ

17 November, 2020 09:50 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Covid-19: જૉનસન એન્ડ જૉનસને શરૂ કર્યું બે ડૉઝવાળી વેક્સિનનું ટ્રાયલ

તસવીર સૌજન્ય જાગરણ

જૉનસન એન્ડ જૉનસને (Johnson & Johnson) સોમવારે પોતાના પ્રાયોગિક કોવિડ-19 વેક્સિનના ડોઝ પછી લોકોમાં થનારા પરિવર્તન પર અધ્યયન માટે અમેરિકન ડ્રગ નિર્માતાએ 30 હજાર પાર્ટિસિપેન્ટ્સને સામેલ કરવાની યોજના બનાવી છે. આ સ્ટડીમાં સામેલ બ્રિટનની શાખામાં 6 હજાર પાર્ટિસિપેન્ટ્સને સામેલ કરવામાં આવશે બાકીના પાર્ટિસિપેન્ટ્સ વિશ્વના તે દેશામાંથી આવશે જ્યાં કોવિડ-19 સંક્રમણના કેસ સૌથી વધારે છે. આ દેશ છે અમેરિકા (United States), બેલ્જિયમ (Belgium),કોલંબિયા (Colambia), ફ્રાન્સ (France), જર્મની (Germany), ફિલિપિન્સ (the Philippinnes), સાઉથ આફ્રિકા (South Africa), સ્પેન (Spain).

હાલ Ad26COV2 કહેવાતી આ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવશે જેના 57 દિવસ પછી બીજો ડૉઝ આપવામાં આવશે. આ માહિતા યૂનિવર્સિટી હૉસ્પિટલ સાઉથૈંપટનમાં થતાં ટ્રાયલનું નેતૃત્વ કરનારા સંક્રામક બીમારીઓ તેમજ પીડિયાટ્રિક ઇમ્યૂનોલૉજીના પ્રૉફેસર સાઉલ ફૉસ્ટે આપી. તેમણે જણાવ્યું કે આ સ્ટડીમાં સામેલ થનારા લોકોના એક સમૂહને નિષ્ક્રિય દવા એટલે કે પ્લેસિબો આપવામાં આવશે તો બીજા ગ્રુપને પ્રાયોગિક વેક્સિનનો ડોઝ.

જૉનસન એન્ડ જૉનસન તરફથી આ ટ્રાયલ માટે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટડીમાં વેક્સિનના પહેલા ડોઝ અને પછી બીજા ડૉઝ બાદ પાર્ટિસિપેન્ટ્સમાં થનારા પરિવર્તન અને તેના પ્રભાવની તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં જ જૉનસન એન્ડ જૉનસને 60,000 વૉલંટિયર્સ સાથે ત્રીજા ચરણની સ્ટડી હેઠળ વયસ્કોમાં વેક્સિનની ટેસ્ટિંગ શરૂ કરી હતી. તો દવા નિર્માતા કંપની ફાઇઝર ઇંકે પહેલા જ કોવિડ-19 વેક્સિનનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.

જણાવવાનું કે ગયા વર્ષના અંત સુધીમાં કોવિડ-19 સંક્રમણને આખા વિશ્વમાં ફેલાતા નૉવેલ કોરોના વાયરસનો પહેલો કેસ ચીનના વુહાનમાં આવ્યો હતો. ત્યાર પછી વિશ્વભરમાં આ ઘાતક વાયરસનો પ્રકોપ એવો છવાયો કે 11 માર્ચ 2020ના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ વાયરસને મહામારી જાહેર કરી.

national news coronavirus international news