JNUમાં નારેબાજીનો મામલોઃ ચાર્જશીટ દાખલ થતા કન્હૈયાએ માન્યો PMનો આભાર

14 January, 2019 04:59 PM IST  | 

JNUમાં નારેબાજીનો મામલોઃ ચાર્જશીટ દાખલ થતા કન્હૈયાએ માન્યો PMનો આભાર

કન્હૈયાકુમાર સામે ચાર્જશીટ દાખલ

દિલ્લીની JNUમાં 9 ફેબ્રુઆરી, 2016ના દિવસે અફઝલ ગુરૂની વરસી પર થયેલી દેશ વિરોધી નારેબાજીના કેસમાં દિલ્લી પોલીસે કન્હૈયા કુમાર સહિત 10 લોકો સામે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં JNUના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારની સાથે સૈયર ઉમર ખાલિદ અને અનિર્બાન ભટ્ટાચાર્યના નામ પણ સામેલ છે.  મળતી માહિતી પ્રમાણે સ્પેશિયલ સેલે આ સંદર્ભમાં દિલ્લી પોલીસ કમિશ્નર અને પ્રોસિક્યૂશન પાસેથી જરૂરી નિર્દેશો લઈ લીધા છે. ચાર્જશીટ દાખલ થતા જ કન્હૈયા કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું હું વડાપ્રધાન મોદી અને પોલીસનો આભાર માનવા માંગું છું.

મહત્વનું છે કે 12 સપ્ટેમ્બર, 2018માં જણાવવામાં આવ્યું હતું કે જે અન્ય વિદ્યાર્થીઓના નામ આમાં સામેલ છે અને તેઓ જમ્મૂ કશ્મીરના છે. તેમના નામ આકિબ હુસૈન, મુજીબ હુસૈન, મુનીબ હુસૈન, ઉમર ગુલ, રઈસ રસૂલ, બશરત અલી અને ખલિદ બશીર ભટ્ટ છે.

આ પણ વાંચોઃ 26/11 મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણાના ભારત પ્રત્યર્પણની સંભાવના

કન્હૈયા પર આ છે આરોપો

સૂત્રોના પ્રમાણે, JNUના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યત્ર કન્હૈયા કુમાર પર આરોપ છે કે તેમણે 9 ફેબ્રુઆરીની સાંજે પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કર્યું હતું. આરોપ એ પણ છે કે JNUના પરિસરમાં અફઝલ ગૂરૂની વરસી પર આયોજિત કાર્યક્રમની અનુમતિની પ્રક્રિયા પણ પુરી નહોતી થઈ.

કઈ-કઈ કલમો લગાવવામાં આવી?

દિલ્લી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં IPCની કલમ 124A(રાજદ્રોહ), 323(જાણીજોઈને ઠેસ પહોંચાડવી) , 465 (છેતરપિંડી) , 471(નકલી દસ્તાવેજનો અસલી તરીકે ઉપયોગ કરવો) ,143(ગેરકાયદે એકઠા થવા માટે), 149(એક જ હેતુથી ગેરકાયદે એકઠા થવા માટે), 147(રમખાણ કે તોફાન ફેલાવવા) , 120B(ગુનાહિત ષડયંત્ર રચવું) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

jawaharlal nehru university kanhaiya kumar national news