પ્રથમ તબક્કામાં ઝારખંડમાં 13 બેઠકો ઉપર 63 ટકા મતદાન

01 December, 2019 10:21 AM IST  |  Jharkhand

પ્રથમ તબક્કામાં ઝારખંડમાં 13 બેઠકો ઉપર 63 ટકા મતદાન

File Photo

(જી.એન.એસ.) નક્સલવાદગ્રસ્ત ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 13 બેઠકો માટે આજે મતદાનના દિવસે મતદારોએ નક્સલીઓનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર બપોરના 3 વાગ્યા સુધી 62.87 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાવ્યું હતું. કુલ 81 બેઠકોમાંથી આજે શનિવારે છ જિલ્લાઓમાં 13 બેઠકો માટે ભારે સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. 13 બેઠકો માટે કુલ 189 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં હતા.

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. એક કે બે બનાવ સિવાય ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી. મતદાન દરમ્યાન હુસેનાબાદ વિધાનસભા મત વિસ્તારના દેમા ગામમાં એજેએસયુના ઉમેદવાર કુશવાહા શિવપૂજન મહેતાના કાર્યકરો એનસીપીના કાર્યકરો સાથે અથડામણમાં ઊતર્યા હતા. તે જ સમયે તેંડુઇ અને પાંસા ગામમાં એજેએસયુના સમર્થકો બીજેપીના કાર્યકરો સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા.

તો બીજી તરફ કૉન્ગ્રેસના ઉમેદવાર કે. એન. ત્રિપાઠી ચૈનપુરના કોસીયારા ગામે પોતાના હાથમાં રિવૉલ્વર લહેરાતા જોવા મળ્યા હતા તેને લઈને વિવાદ સર્જાયો હતો. બીજેપીના ઉમેદવાર આલોક ચૌરસિયા અને કૉન્ગ્રેસના ઉમેદવાર કે. એન. ત્રિપાઠીના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

national news jharkhand