ઝારખંડમાં હેવાનિયત: પતિને બંધક બનાવી પત્ની પર ૧૭ લોકોએ આચર્યું દુષ્કર્મ

11 December, 2020 01:21 PM IST  |  Ranchi | Gujarati Mid-day Correspondent

ઝારખંડમાં હેવાનિયત: પતિને બંધક બનાવી પત્ની પર ૧૭ લોકોએ આચર્યું દુષ્કર્મ

પ્રતીકાત્મક તસવીર

ઝારખંડમાં દુમકા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિની સાથે મેળો જોઈને ઘરે પાછી આવી રહેલ પાંચ બાળકોની માતા સાથે સામૂહિક દુષ્કર્મ થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના મંગળવારે મોડી રાત્રે એ સમયે બની જ્યારે મહિલા મેળો જોઈને પાછી આવી રહી હતી. સંથાલના ડીઆઇજી સુદર્શન પ્રસાદ માંડલે ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું કે પોલીસ કેસની તપાસ કરી રહ્યું છે. સાથોસાથ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આની પહેલાં ડીઆઇજીની સાથે પોલીસ અધિક્ષક અંબર લકડાએ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓએ મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચીને ઘટનાના સંબંધમાં માહિતી લીધી અને પીડિત મહિલાના નિવેદનના આધાર પર કેસની તાત્કાલિક તપાસ કરીને સંડોવાયેલા આરોપીઓને મોડું કર્યા વગર પકડવાના નિર્દેશ આપ્યા.

તેમણે કહ્યું કે પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલી દેવાઈ છે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સુદર્શન પ્રસાદ માંડલે કહ્યું કે સંડોવાયેલા આરોપીઓની ઓળખ થઈ રહી છે. પીડિતાને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મેડિકલ તપાસનો રિપોર્ટ આવશે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને આપેલા નિવેદનમાં મહિલાએ આ ઘટનામાં ૧૭ આરોપીઓની સંડોવણી વિશે જણાવ્યું છે, જેમાંથી એક આરોપીની ઓળખ કરી છે, જે તેમના ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. પીડિતાના પતિએ જણાવ્યું કે ગામમાં દર મંગળવારે બજાર ભરાય છે. જ્યાં તે પત્ની સાથે ખરીદી કરવા ગયો હતો. હું સવારે આઠ વાગ્યાની આસપાસ ખરીદી કરીને બજારમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો.

તે જ સમયે લગભગ ૧૭ છોકરાઓ રસ્તામાં નશામાં ઊભા હતા. તેમાંથી પાંચે તેને પકડ્યો અને બાકીના છોકરાઓ પત્નીને ઉઠાવીને ઝાડી તરફ લઈ ગયા. જ્યાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દુમકા મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ બાળકોની માતા પીડિત મહિલા પોતાના પતિની સાથે મંગળવારના રોજ સામાન ખરીદવા માટે સાપ્તાહિક હાટડીમાં ગઈ હતી. આ ગામમાં એક મેળાનું પણ આયોજન કરાયું હતું. મોડી રાત્રે મેળામાંથી પાછા આવતા સમયે કેટલાક મનચલોએ પતિને કબજામાં લઈને મહિલા પર ગૅન્ગ-રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. બુધવારે સવારે પીડિતા તેના પતિ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

national news jharkhand ranchi