ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું

04 September, 2012 05:25 AM IST  | 

ધારાસભ્યે ગુસ્સામાં આવીને વિધાનસભામાં જ શર્ટ ફાડ્યું

રાંચીમાં આવેલી રાજ્યની વિધાનસભામાં વિસ્થાપિતોના મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમ્યાન નારાજ થયેલા ઝારખંડ વિકાસ મોરચાના ધારાસભ્ય સમરેશ સિંહે પોતાનું શર્ટ ફાડી નાખ્યું હતું. તેમની આ હરકત જોઈને બધા ચોંકી ગયા હતા. વિસ્થાપિતોના મુદ્દે વિરોધ પક્ષના સભ્યો હોબાળો મચાવી રહ્યા હતા જેમાં સમરેશ સિંહ પણ સામેલ હતા. જોકે આવેશમાં આવીને તેમણે બન્ને હાથથી શર્ટ ફાડ્યું હતું. એ પછી વિપક્ષે સરકારનો વિરોધ વધુ ઉગ્ર બનાવતાં આખરે ગઈ કાલે વિધાનસભાની બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.