સમેતશિખરની પવિત્રતા જાળવવા ઝારખંડ સરકાર પ્રતિબદ્ધ

24 October, 2018 04:55 AM IST  | 

સમેતશિખરની પવિત્રતા જાળવવા ઝારખંડ સરકાર પ્રતિબદ્ધ



શૈલેષ નાયક

જૈન સમાજના આસ્થાના કેન્દ્રસમા તીર્થસ્થાન સમેતશિખર માટે ગુરુભગવંતોના માર્ગદર્શનમાં જૈન શ્રેષ્ઠીઓ અને નૅશનલ કમિશન ફૉર માઇનૉરિટીઝના સભ્યએ ઝારખંડ સરકારમાં રજૂઆત કરતાં સમેતશિખરની પવિત્રતા જાળવવા માટે ઝારખંડ સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જૈન સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

નૅશનલ કમિશન ફૉર માઇનૉરિટીઝના સભ્ય સુનીલ સિંઘીએ સમેતશિખર પર્વતને મુદ્દે પત્રકારોને ગઈ કાલે કહ્યું હતું કે ‘જૈનોનું સૌથી મોટું પાવન તીર્થ છે. દેશમાં સમેતશિખરને લઈને એવો ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે કે આ તીર્થસ્થાન પર ફાઇવસ્ટાર હોટેલ બનશે, ટૂરિઝમ ઊભું કરવામાં આવશે. આ મુદ્દે ગુરુભગવંતોએ માર્ગદર્શન આપી આદેશ કરતાં જૈન સમાજના આગેવાનો સાથેનું એક ડેલિગેશન બાવીસ ઑક્ટોબરે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબર દાસને રાંચીમાં મYયું હતું અને તેમની સમક્ષ આ તીર્થસ્થાન વિશે રજૂઆત કરી હતી. અમારી રજૂઆત સાંભળીને ઝારખંડના મુખ્ય પ્રધાને ખાતરી આપતાં કહ્યું હતું કે આ પવિત્ર સ્થળ છે અને રહેશે, પર્વત પવિત્ર છે, સરકાર દ્વારા એવું કોઈ ડેવલપમેન્ટ નહીં થાય જેથી સમાજમાં રોષ ફેલાય, ધાર્મિક વ્યવસ્થા સાથે કોઈ છેડછાડ નહીં થાય.’


આ પણ વાંચોઃ અયોધ્યામાં પ્રવીણ તોગડિયાએ નવા રાજકીય પક્ષની જાહેરાત કરી


શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના સમવેગ લાલભાઈએ કહ્યું હતું કે ‘અમે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબર દાસને આ પર્વતાધિરાજની પવિત્રતા જાળવી રાખવા પગલાં લેવાં ઑગસ્ટ મહિનામાં પત્ર પાઠવ્યો હતો. ઝારખંડના મુખ્ય પ્રધાને આ પર્વતાધિરાજની પવિત્રતા જાળવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી જૈનોમાં ઉલ્લાસની લાગણી ફેલાઈ છે.’