જેટ ઍરવેઝને લંડનની ઍસેટ મૅનેજમેન્ટ કંપની કાલરૉક કૅપિટલ ખરીદશે

09 October, 2020 10:36 AM IST  |  New Delhi | Agency

જેટ ઍરવેઝને લંડનની ઍસેટ મૅનેજમેન્ટ કંપની કાલરૉક કૅપિટલ ખરીદશે

જેટ ઍરવેઝ

નાદાર જાહેર થયેલ ઍરલાઇન કંપની જેટ ઍરવેઝને નવો ખરીદદાર મળી ગયો છે. લંડનની ઍસેટ મૅનેજમેન્ટ કંપની કાલરૉક કૅપિટલ નાદાર થઈ ગયેલ કંપનીના માલિક તરીકે પસંદ કરવામાં આવી છે. કાલરૉક કૅપિટલને યુએઈના રોકાણકાર મુરારીલાલ જાલાનનો સાથ મળ્યો છે. કાલરૉક કૅપિટલના મૅનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે અમારા કન્સોર્ટિયમને લૅન્ડર્સની સમિતિ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

જેટ ઍરવેઝને ખરીદવાની રેસમાં હરિયાણાની ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર, મુંબઈની બિગ ચાર્ટર અને અબુ ધાબીની ઇમ્પિરિયલ કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટના કન્સોર્ટિયમ સામેલ હતા. કાલરૉકની વેબસાઇટ અનુસાર કંપની લંડન આધારિત એએમસી છે, જે રિયલ એસ્ટેટ, વેન્ચર કૅપિટલ અને વિશેષ પરિસ્થિતિઓમાં રસ રાખે છે. આ રીતે મુરારીલાલ જાલાને પોતાની કંપની એમજી ડેવલપર્સ દ્વારા રિયલ એસ્ટેટ, ખાણકામ, ટ્રેડિંગ, કન્સ્ટ્રક્શન, ડેરી, ટ્રાવેલ અને ટૂરિઝમ જેવા સેક્ટર્સમાં રોકાણ કર્યું છે.

jet airways national news new delhi