Bomb Threat: હરિદ્વાર સહિત આ 6 રેલવે સ્ટેશનને બૉમ્બથી ઉડાડવાની આપી ધમકી

09 May, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રુડકી રેલવે સ્ટેશનના અધીક્ષક (Roorkee Railway Station Superintendent)ને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે જેમાં લક્સર, નઝીબાબાદ, દેહરાદૂન, રુડકી, ઋષિકેશ, હરિદ્વાર રેલવે સ્ટેશનો સહિત અનેક ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

Blast Threat at Uttarakhand Railway stations: ઉત્તરાખંડના અનેક રેલવે સ્ટેશનને બૉમ્બ (Bomb)થી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે. તેના પછી આખા પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. હકિકતે રુડકી રેલવે સ્ટેશનના અધીક્ષક (Roorkee Railway Station Superintendent)ને એક ધમકીભર્યો પત્ર મળ્યો છે જેમાં લક્સર, નઝીબાબાદ, દેહરાદૂન, રુડકી, ઋષિકેશ, હરિદ્વાર રેલવે સ્ટેશનો સહિત અનેક ધાર્મિક સ્થળોને પણ બૉમ્બથી ઉડાડવાની ધમકી આપવામાં આવી છે.

જૈશ એ મોહમ્મદની ધમકી!
તૂટક તૂટક હિન્દીમાં લખવામાં આવેલા આ પત્રને મોકલનારાએ પોતાને આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (JeM)નો એરિયા કમાન્ડર સલીમ અંસારી (Salim Ansari) કહે છે. પત્ર મળવાની સૂચના તરત સ્થાનિક પોલીસને આપવામાં આવી. તેના પછી શરૂ થયેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

20 વર્ષથી આપી રહ્યો છે ધમકી
આ મામલે તપાસમાં સામે આવેલા તથ્યોની માહિતી પોતે રાજ્યના પોલીસ મહાનિદેશક અશોક કુમાર (DGP DGP Ashok Kumar)એ આપી છે. તેમણે કહ્યું કે પત્ર લખનારો માનસિક રીતે બીમાર છે. જે છેલ્લા 20 વર્ષથી આ પ્રકારની ધમકી આપી રહ્યા છે. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસે આ પત્રને ગંભીરતાથી લેતા આખા દેશમાં નિરીક્ષણ વધારી દીધું છે. પત્રમાં ડઝન આ રેલવે સ્ટેશન સિવાય પ્રદેશના પ્રમુખ મંદિરો અને ભીડ-ભાડવાળા સ્થળે આયોજનો પર ફોકસ કરવાનું કહેવામાં આવે છે. સૂત્રો પ્રમાણે પોલીસ પહેલા મળેલા આ પ્રકારના ધમકીભર્યા પત્રોની હેન્ડરાઈટિંગ મળાવી રહી છે.

બે વર્ષ પહેલા પણ આવ્યો હતો પત્ર
જણાવવાનું કે રુડકી રેલવે સ્ટેશન અધીક્ષકને બે વર્ષ પહેલા એપ્રિલ 2019માં પણ આ પ્રકારની ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પ્રદેશમાં ચાર ધામ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. એવામાં ઉત્તરાખંડ પોલીસ (Uttarakhand Police) કોઈપણ પ્રકારના જોખમ સામે લડવા માટે મુસ્તૈદ હોવાની સાથે ક્યાંય પણ કોઈ કસર છોડી નથી.

national news jaish-e-mohammad