આઝમ ખાનના નિવેદનથી પરેશાન છે જયા પ્રદા, કહ્યું શું હું મરી જઉં?

15 April, 2019 11:30 AM IST  |  રામપુર

આઝમ ખાનના નિવેદનથી પરેશાન છે જયા પ્રદા, કહ્યું શું હું મરી જઉં?

આઝમ ખાનના નિવેદનથી પરેશાન જયા પ્રદા

નવાબોની નગરી રામપુરમાં લોકસભા ચૂંટણી 2019માં ચૂંટણીનો માહોલ દરમિયાન માહોલ ગરમાઈ રહ્યો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મંચ પર હાજરી હતી ત્યારે જ આઝમ ખાને જયા પ્રદાની સામે અભદ્ર ટિપ્પણી કર્યા બાદ તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ વચ્ચે આઝમ ખાનની ટિપ્પણીથી પરેશાન જયા પ્રદાએ તો ત્યાં સુધી કહી દીધું કે આઝમ ખાન સાહેબ, શું હું મારી જઉં તો તમે ખુશ રહેશો? સાથે તેમણે એમ પણ ક્હ્યું કે આઝમ ખાનને ચૂંટણી ન લડવા દેવી જોઈએ.

આઝમ ખાનના 'ખાકી અંડરવેર' વાળા નિવેદન પર જયા પ્રદાએ કહ્યું કે મેં એમની સાથે એવું શું કર્યું કે તેઓ આવું નિવેદન આપે છે. જયા પ્રદાએ કહ્યું કે રામપુરમાં આઝમ ખાનની હાજરીમાં આવું થવું તેમના માટે નવી વાત નથી. તમને યાદ હશે કે 2009માં હું તેમની પાર્ટીની ઉમેદવાર હતી ત્યારે પણ તેમણે મારી સામે ટિપ્પણી કરી હતી. ત્યારે કોઈએ મારું સમર્થન નહોતું કર્યું. હું તો એક મહિલા છે. તેમણે જે કહ્યું તેને હું ફરીથી નહીં કહી શકતી.


આઝમ ખાન સામે ફરિયાદ દાખલ
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમની સામે શાહબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. આઝમ ખાનની સામે ઉમેદવારી નોંધાવ્યા બાદ અત્યાર સુધીમાં નવ કેસ દાખલ થઈ ચુક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને જિલ્લાઅધિકારી અન્જનેય કુમાર સિંહ સામે પણ આપત્તિજનક નિવેદન આપી ચુક્યા છે.


શું છે મામલો?
રવિવારે આઝમ ખાને જનસભા દરમિયાન જયાપ્રદા પર નિશાન સાધતા કહ્યું હતું કે જેની આંગળી પકડીને અમે રામપુર લાવ્યા, તમે 10 વર્ષ જેની પાસે પોતાનું પ્રતિનિધિત્વ કરાવ્યું. તેની અસલિયત સમજવામાં તમને 17 વર્ષ લાગ્યા, હું 17 દિવસમાં ઓળખી ગયો કે તેમની નીચેનું અંડરવેર ખાકી રંગનું છે. તેમમણે આ નિવેદનમાં જયાપ્રદાનું નામ નહોતું લીધું. હવે આ મામલે મહિલા આયોગે પણ સંજ્ઞાન લીધું છે.

jaya prada