પતિએ મનાઈ ફરમાવી હોવાથી જયા બચ્ચન લોકસભાની ચૂંટણી નહીં લડે

11 December, 2012 05:45 AM IST  | 

પતિએ મનાઈ ફરમાવી હોવાથી જયા બચ્ચન લોકસભાની ચૂંટણી નહીં લડે




જયા બચ્ચન ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના ભદોઈ સંસદીય મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવશે એવી અટકળો હતી, ગઈ કાલે આ વિશે સવાલ પૂછવામાં આવતાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી.

જયા બચ્ચનનું કહેવું હતું કે પતિના ઇનકારને કારણે તેઓ કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડશે નહીં. સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમર સિંહ ફરી પાર્ટીમાં પાછા ફરી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે ત્યારે આ વિશે જયા બચ્ચનને પૂછવામાં આવતાં તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે અમર સિંહ હવે ક્લૉઝ ચેપ્ટર છે. જયા બચ્ચને એફડીઆઇને મુદ્દે સમાજવાદી પાર્ટી અને બીએસપી એકસરખું વલણ ધરાવતી હોવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં બીએસપીએ એફડીઆઇના સર્પોટમાં વોટ આપ્યો હતો, જ્યારે સમાજવાદી પાર્ટીના સભ્યોએ વૉકઆઉટ કર્યો હતો.