જમ્મુ-કાશ્મીરઃપૂંછમાં પાક.નું ફાયરિંગ, એક જવાન શહીદ

24 March, 2019 12:47 PM IST  | 

જમ્મુ-કાશ્મીરઃપૂંછમાં પાક.નું ફાયરિંગ, એક જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સૈન્યએ જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાનના આ ફાયરિંગમાં સૈન્યના એક જવાન હરિ વાકર શહીદ થયા છે. તો પાકિસ્તાની સૈન્યેએ રાજૌરીના નૌશેરા સેક્ટરમાં પણ ફાયરિંગ કર્યું છે.

શહીદ જવાન હરિ વાકર રાજસ્થાનના વતની હતા. જે શનિવારે રાત્રે પૂંછમાં પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં શહીદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સૈન્ય હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા.

પાકિસ્તાની સૈન્યએ શનિવાર મોડી રાતથી પૂંછના શાહપુર કેરની સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈન્યએ પણ પાકિસ્તાની સૈન્યને જડબાતોડ જવાબ આપ્યો. બાદમાં પાકિસ્તાને ફાયરિંગ અટકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સૈન્ય છેલ્લા કેટલાક દિવસોથી એલઓસી પર અખનૂરથી રાજૌરી-પૂંછ સેક્ટરમાં ગોળીબાર કરી રહ્યું છે. શુક્રવારે પણ પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં સૈન્યનો એક જવાન શહીદ થયો હતો અને ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચોઃ પાકિસ્તાન દિવસે PM મોદીએ પાઠવી શુભેચ્છા, પણ કાર્યક્રમનો થશે બહિષ્કાર

ભારતે આપેલા જવાબમાં પાકિસ્તાની સૈન્યના 2 અધિકારી સહિત 12 જવાનો ઠાર થયા હતા. જો કે તેમ છતાંય પાકિસ્તાન પોતાની હરકતો નથી અટકાવી રહ્યું . શનિવારે સાંજે પાકિસ્તાને પૂંછના શાહપુર કેરની સેક્ટરમાં મોર્ટાર ફાયર કર્યા હતા. પાકિસ્તાની સૈન્યએ ભારતની ચોકીને નિશાન બનાવી હતી.

pakistan national news