કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, ભાઈ સાથે દેખાયો આતંકી મસૂદ અઝહર

03 August, 2019 04:57 PM IST  |  જમ્મુ કાશ્મીર

કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, ભાઈ સાથે દેખાયો આતંકી મસૂદ અઝહર

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા ટૂંકાવવાનો નિર્ણય લઈ ચૂકી છે. આતંકી હુમલાની આશંકાને પગલે અમરનાથ યાત્રા ટૂંકાવવાનો નિર્ણય લેવાયો છે. સુરક્ષા એજન્સીઓને મળેલી ગુપ્ત માહિતીમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને અંજામ આપી શકે છે. ગુપ્તચર એજન્સીઓની માહિતી પ્રમાણે Pokમાંથી મસૂદ અઝહરનો ભાઈ ઈબ્રાહિમ અઝહર 15 જેટલા ખૂંખાર આતંકીઓને ઘૂસપેઠ કરાવવા કોશિશ કરી રહ્યો છે.

સમાચર એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ ગંભીર માહિતી સામે આવ્યા બાદ સરકારે કાશ્મીરમાં કોઈ પણ સ્થિતિને પહોંચીવળવા વધારાના સુરક્ષા દળો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂન્ખ્વા વિસ્તારમાં ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પોમાંથી ટ્રેનિંગ લઈ ચૂકેલા 15 આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં ઘૂષણખોરી કરવા તૈયાર છે. આ આતંકીઓની મદદ માટે પાકિસ્તાનની NSG કમાન્ડો પણ તૈનાત કરાયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મસૂદ અઝહરનો ભાઈ ઈબ્રાહિમ અઝહર આ ષડયંત્રમાં સામેલ છે. એટલું જ નહીં ઈબ્રાહિમ અઝહર PoKમાં જૈશ એ મોહમ્મદને ચલાવી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે જૈશના 15 આતંકી પીઓકેમાં જુદા જુદા ટ્રેનિંગ કેમ્પમાં પહોંચી ચૂક્યા છે. ઈબ્રાહિમ અઝહરને 15 આતંકીઓ સાથે મરકજ, સનાન બિલ સલમા, તરનબ ફાર્મ, પેશાવર અને ખૈબર પખ્તનૂખ્વના જુદા જુદા આતંકી કેમ્પમાં જોવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીર પોલીસ, CRPF અને સૈન્યએ શ્રીનગરમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં આતંકીઓ અમરનાથ યાત્રાના યાત્રાળુઓ પર હુમલો કરવાની ફિરાકમાં હોવાનું કહ્યું હતું. સુરક્ષા દળોને અમરનાથ યાત્રાના સ્થળોએથી IED અને સ્નાઈપર મળી આવી છે. સુરક્ષા દળોને જે હથિયાર મળ્યા છે, તેમાં પાકિસ્તાનમાં બનેલી એન્ટી પર્સન માઈન પણ સામેલ છે. તેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાની સૈન્ય પણ આ હુમલામાં સામેલ છે.

terror attack jammu and kashmir national news