પુલવામામાં મુઠભેડ, સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, 1 જવાન શહીદ

23 June, 2020 01:09 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

પુલવામામાં મુઠભેડ, સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, 1 જવાન શહીદ

પ્રતીકાત્મક તસવીર

જમ્મૂ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઈ છે. પુલવામાના બાંદજૂ વિસ્તારમાં થયેલી મુઠભેડમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે, જો કે, એક સીઆરપીએફ જવાન પણ શહીદ થયો છે. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલું છે. વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલું છે.

કાશ્મીર ઝૉનના આઇજી વિજય કુમારે જણાવ્યું કે મુઠભેડમાં અત્યાર સુધી બે આતંકવાદી મારી નાખવામાં આવ્યા છે. આ પહેલા રિપોર્ટ પ્રમાણે, પોલીસ, સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે બાંદજૂમાં સર્ચ ઑપરેશન શરૂ કર્યું. જેમ સુરક્ષાદળોએ શંકાસ્પદ સ્થળોને ઘેરીને આતંકવાદીઓએ તેના પર ફાયરિંગ કરી દીધી.

આ પહેલા સોમવારે પુલવામાના ત્રાલ સેક્ટરના બાટગુંડના સીઆરપીએફ કેમ્પ પાસે ફાયરિંગ દરમિયાન ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. ગ્રેનેડ હુમલા પહેલા જમ્મૂ-કાશ્મીરના ડોડા જિલ્લામાં અજ્ઞાત બંદૂધારિઓએ મોડીરાતે ઢોક ડિફેન્સ કમિટી (ડીડીસી)ના સભ્ય ગોપાળનાથને ગોળી મારી દીધી.

જણાવીએ કે કાશ્મીરમાં સુરક્ષાદળોના પ્રહારથી આતંકી મુંજાયેલા છે. તે સુરક્ષાદળો પર હુમલો કરી રહ્યા છે. આ પહેલા સોમવારે જ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વેરીનાગ જંગલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઈ. સુરક્ષાદળોને જંગલમાં આતંકીઓ છુપાયેલા હોવાનું ઇનપુટ મળ્યું હતું, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી.

અત્યાર સુધી 100 આતંકી ઢેર
દક્ષિણ કાશ્મીરમાં રવિવારે સુરક્ષાદળોએ બે જુદી-જુદી મુઠભેડમાં 4 આતંકીવાદીઓને મારી નાખવામાં આવ્યા છે. સૌથી પહેલા સુરક્ષાદળોએ શોપિયાં જિલ્લામાં એક આતંકીને મારી નાખવામાં આવ્યા છે. પછી શ્રીનગરના જાદિદળમાં સર્ચ ઑપરેશન દરમિયાન થયેલી મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ મારી નાખ્યા છે.

છેલ્લા 4 મહિનામાં આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝ્બુલ મુજાહિદીન અને અંસાર ગજવાત-ઉલ-હિંદના ઘણાં કમાંડરોને મારી દીધા છે. સુરક્ષાદળો સતત કાશ્મીર ઘાટીમાં આતંકીઓને મારી નાખે છે. આ વર્ષે અત્યાર સુધી 100થી વધારે આતંકી મારી નાખવામાં આવ્યા છે.

national news pulwama district terror attack entertainment news