પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન,બે જવાન શહીદ, સેનાએ આપ્યો જવાબ

20 October, 2019 10:35 AM IST  |  જમ્મૂ અને કશ્મીર

પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન,બે જવાન શહીદ, સેનાએ આપ્યો જવાબ

પ્રતિકાત્મક તસવીર

જમ્મૂ અને કશ્મીરના કુપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં બે જવાનો શહીદ થયા છે. સેનાના સૂત્રોએ જણાવ્યું કે ગોળીબાર કરવાની આડમાં પાકિસ્તાની સેનાએ આતંકીઓને ઘુસાડવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેક્ટરે જડબાતોડ જવાબ આપ્યો. આખા સેક્ટરમાં ભારે ગોળીબાર થઈ રહ્યો છે.


જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરી બાદ પાકિસ્તાને કરેલા સીઝ ફાયરના મામલામાં વધારો થઈ રહ્યો છે. આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ તેમાં વધુ તેજી જોવા મળી છે. આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનની સેનામાં બૌખલાહટ જોવા મળી રહી છે. પાકિસ્તાનની સેના સીમાપાર ફાયરિંગની આડમાં આતંકીઓને ભારતીય સીમામાં સતત મોકલવાનો પ્રયાસ કરી રહી છે. જો કે સેનાની સાવધાનીના કારણે તેના ઈરાદા બર નથી આવી રહ્યા.

આ પણ વાંચોઃ ગુજરાત મૉનસૂન: ત્રણ દાયકા પછી બનશે પહેલી વાર એવું કે વરસાદ દિવાળી જોશે

સમાચાર એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, આ વર્ષે નવ મહિના દરમિયાન જમ્મૂ-કશ્મીર સીમા પર પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે રહી છે. ભારતીય સેનાએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર, પાકિસ્તાનને જમ્મૂ કશ્મીરમાં 2 ઑક્ટોબર સુધીમાં 2, 225 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું.

pakistan jammu and kashmir indian army