રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર, સમર્થનમાં મળ્યા 125 વોટ

05 August, 2019 07:46 PM IST  |  દિલ્હી

રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર, સમર્થનમાં મળ્યા 125 વોટ

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં અતિ મહત્વનું જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પસાર થઈ ચૂક્યુ છે. ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ કાશ્મીર માટે રાજ્યસભામાં ઐતિહાસિક પરિવર્તનની રજૂઆત કરી હતી. તેમણે કાશ્મીરમાંથી અનુચ્ચેદ 370 અને 35 એ હટાવવાની પહેલ કરી હતી. જે મુજબ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામં આવ્યો છે. સાથે જ લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં આ અંગેનું બિલ પસાર પણ થઈ ચૂક્યુ છે. બિલના સમર્થનમાં 125 જ્યારે વિરોધમાં 61 વોટ પડ્યા છે.

હવે મંગળવારે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ચૂકી છે. જેને કારણે જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવાયો છે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો. જે બાદ મોદી સરકારે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ રજૂ કર્યું હતું. જે રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યુ છે.

Rajya Sabha national news jammu and kashmir