પુલવામાં હુમલા બાદ મળી સર્વદળીય બેઠક, તમામ દળોએ આતંકવાદની સામે એકજૂટ

16 February, 2019 02:37 PM IST  |  દિલ્હી

પુલવામાં હુમલા બાદ મળી સર્વદળીય બેઠક, તમામ દળોએ આતંકવાદની સામે એકજૂટ

પુલવામા હુમલા બાદ મળી સર્વદળીય બેઠક

CRPFના કાફલા પર થયેલા હુમલા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે તેઓ બદલો લેવા માટેની જગ્યા અને સમય નક્કી કરી લે. આ વચ્ચે આ નાપાક હરકતનો જવાબ કઈ રીતે આપવામાં આવે, તેને લઈને સરકારે સંસદમાં તમામ પાર્ટીઓ ના નેતાઓએ સદન સાથે મંથન કર્યું છે.

ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીની સંસદ ભવનમાં આ બેઠક બોલાવી જેમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોના નેતાઓ સામેલ થયા. બેઠક બાદ નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે લોકસભા અને રાજ્યસભામાં રાજનૈતિક દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી. જેમાં તમામ દળોના નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે તેઓ સરકારની સાથે છે.

તેમણે કહ્યું કે સર્વ સહમતિથી એક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યું. સાથે તેમણે જણાવ્યું કે બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદની આ હરકત કાયરતાપૂર્ણ છે અને જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદ ખતમ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. બેઠકમાં રાજનાથ સિંહે કહ્યું કે કાશ્મીરની જનતા શાંતિ ઈચ્છે છે અને તે અમારી સાથે છે.

બેઠક બાદ ગુલામ નબી આઝાદે કહ્યું કે અમે ગૃહમંત્રીને આગ્રહ કર્યો કે વડાપ્રધાન મોદી તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીઓના અધ્યક્ષની બેઠક કરે અને તેમની સાથે વિચાર વિમર્શ કરે. અમારી આ માંગનો બાકી દળોએ પણ સમર્થન કર્યું. ગુલામ નબી આઝાદે કહ્યું કે આખી કોંગ્રેસ પાર્ટી આતંકવાદનો ખાત્મો કરવા માટે જવાનો સાથે છે.

આ પણ વાંચોઃ સેના પર ભરોસો રાખો, પુલવામાના ગુનેગારોને મળશે સજાઃ PM મોદી

મીટિંગમાં આ નેતા રહ્યા હાજર
ગૃહમંત્રી રાજનાથ સિંહની સાથે આ બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા, આરજેડી નેતા જેપી યાદવ, ,સીપીએમના નેતા ટી કે રંગરાજન, ફારુખ અબ્દુલ્લા, કે વેણુગોપાલ, ટીઆરએસના જીતેન્દ્ર રેડ્ડી, રામ મોહન નાયડૂ, ગુલામ નબી આઝાદ, ચન્દૂ માજરા, નરેશ ગુજરાલ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, સુદીપ બંદોપાધ્યાય, એનસીપી નેતા શરદ પવાર, આનંદ શર્મા, આપ નેતા સંજય સિંહ, શિવસેના નેતા સંજય રાઉત, જ્યોતિરાદિત્ય, આરએલએસપી નેતા ઉપેન્દ્ર કુશવાહા સામેલ થયા. બેઠકમાં CRPFના ADG પણ પહોંચ્યા.

congress bharatiya janata party rajnath singh narendra modi ghulam nabi azad terror attack